પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ ની વિજય સંકલ્પ સભા ગોધરા ખાતે પંચામૃત ડેરી ની બાજુમાં આવેલા વિશાળ મેદાન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવી.ચિક્કાર જન મેદની ને સંબોધી સરકાર ની સિદ્ધિઓ વર્ણવી અને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ નાં ઉમેદવાર માટે વોટ માંગી જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી.ત્યારે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
ગોધરા ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં પંચમહાલ ભાજપની લોકસભા બેઠકની વિજય સંકલ્પ સભા યોજાઈ હતી.ગોધરાના છબનપુર ખાતે આવેલ વિશાળ મેદાનમાં પંચમહાલ ભાજપ દ્વારા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગોધરા આવ્યા હતા.વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત ધારાસભ્યો તેમજ ભાજપાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા, તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે ભાજપમાં જોડાયેલા દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના કાર્યકરો દ્વારા પણ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સભા ની શરૂઆતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી ને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઉમેદવાર ને જંગી મત આપવા અપીલ કરી હતી.પંચમહાલ લોકસભા ભાજપ નાં ઉમેદવાર રાજપાલ સિંહે સ્વાગત પ્રવચન કર્યું હતું.
- ગોધરા ખાતે વિજય સંકલ્પ સભા ને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના મંદિર નિર્માણ માટે
- ગોધરા રેલવે સ્ટેશન ઉપર ૬૦ હુતાત્માં એ જે બલિદાન આપ્યું છે તેમને હું નમન કરું છું.પંચમહાલ લોકસભા બેઠક નાં ઉમેદવાર ને આપેલો વોટ નરેન્દ્ર ભાઈ ને ત્રીજીવાર વડાપ્રધાન બનાવશે.
- કાશ્મીર ની અંદર હંમેશા માટે આંતકવાદ ખતમ કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.ભાજપ સરકારે ગરીબ વ્યક્તિ, આદિવાસી,ઓબીસી ની સુખાકારી માટે કાર્યરત છે.અમિતભાઈ શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ૭૦ વર્ષ સુધી અયોધ્યામાં રામ મંદિરના મુદ્દા ને ભટકાવતી હતી.ત્યારે કોંગ્રેસી યાઓ આવે તો પૂછજો આમંત્રણ આપ્યું તોય તમે કેમ નહિ આવ્યા.ત્યારે નહિ આવવાનું કારણ મતબેંક નારાજ થઈ જાય.
- ત્યારે તમારા મત ની તાકાત થી ભારત ત્રીજા નંબર નું અર્થતંત્ર બનશે.હાલની ભાજપ સરકારે ૩ કરોડ બહેનોને લખ પતી દીદી બનાવવાનો સંકલ્પ લીધો છે.
- ભારતીય જનતા પાર્ટી વોટ બેન્ક ની રાજનીતિમાં નથી માનતી.
- ત્રિપલ તલાક ભાજપસરકારે સમાપ્ત કર્યું.કોંગ્રેસ પાર્ટી આવશે તો પર્સનલ લો ફરીથી લાગુ કરશે.
- ભાજપ ની સરકારમાં સમાન લો લાગુ.આ દેશ સરિયા નાં આધારે ચાલી શકે નહિ.કુરાન અને સરીયા નાં આધાર પર દેશ ચાલી શકે નહિ.કોંગ્રેસ પાર્ટી ઓબીસી મતદારો ની વિરોધી છે.ત્યારે ભાજપ સરકારે બક્ષીપંચ નાં સૌ ભાઈઓ અને બહેનો ને સમાનતા નો હક્ક આપ્યો.Ucc નો કાયદો આદિવાસી ભાઈઓને અસર કરવાનો નથી.ઓબીસી એસ.સી.એસ.ટી ની અનામત ને નાબૂદ નહિ કરવામાં આવે.ત્રીજી ટર્મ માં ભાજપ ને તક આપો અને વિકસિત ભારત નાં મૂળિયાં નાખવું નુ કામ નરેન્દ્ર મોદી કરશે.2047 માં ભારત નંબર 1 બનશે.