નવીદિલ્હી,\ લોક્સભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ ૧૩ રાજ્યોની ૮૮ બેઠકો પર આજે મતદાન શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું.કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી ગયા હોવાની તો કેટલાક સ્થળોએ મતદાર યાદીમાં નામ નહીં હોવાની ફરિયાદો મળી હતી કેટલાક મતદાન મથકો પર કાર્યકરો વચ્ચે અથડામણના પણ અહેવાલો મળ્યા છે.જો કે કોઇ મોટો બનાવ મતદાન દરમિયાન બનવા પામ્યો ન હતો સાંજે પાંચ વાગ્યા બાદ પણ મતદાન કેન્દ્રોની અંદર લાઇનમાં ઉભા રહેવા મતદારોને મતદાન કરવાની છુટ આપવામાં આવી હતી. ૮૮ બેઠકો પર સરેરાશ ૬૫ ટકા જેટલું મતદાન થયું હતું.
બીજા તબક્કાનું મતદાન સવારે સાત વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે શરૂ થયું હતું જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યુ હતું મતદાન શરૂ થાય તે પહેલા કેટલાક મતદાન મથકો પર મતદારોની લાંબી ક્તારો જોવા મળી હતી.આજે કેરલની તમામ ૨૦,કર્ણાટકની ૧૪, રાજસ્થાનની ૧૩, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ, મયપ્રદેશની છ, આસામ અને બિહારની પાંચ-પાંચ, બંગાળ જમ્મુ અને કાશ્મીરમાંથી ત્રણ-ત્રણ અને ત્રિપુરાની એક-એક સીટ પર મતદાન થયું હતું.જણાવી દઈએ કે લોક્સભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ ૬૫.૫ ટકા મતદાન થયું હતું.
બીજા તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ)નું ભાવી મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે.
પોખરણ વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ પર લડાઈ અને લડાઈ જોવા મળી હતી. અહીં ગુડ્ડી ગામના બૂથ પર એજન્ટ પર હુમલો થયો, નકલી વોટિંગને લઈને આ વિવાદ શરૂ થયો. આ પછી કોંગ્રેસના નેતાઓએ આ મામલે પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના એજન્ટે ભાજપના કાર્યકર પર મારપીટનો આરોપ લગાવ્યો છે. શિવ વિધાનસભા ક્ષેત્રમાં બે જૂથો વચ્ચેની લડાઈ બાદ શિવના થંબલીમાં મતદાન અટકાવવામાં આવ્યું હતું
કર્ણાટક કોંગ્રેસના અયક્ષ અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કનકપુરામાં પોતાનો મત આપ્યો હતો ઈસરોના વડા એસ. સોમનાથે તિરુવનંતપુરમમાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, મને મત આપીને ખૂબ જ આનંદ થાય છે ભાગલપુરમાં મતદાન કરનાર અભિનેત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્માની પુત્રી નેહા શર્માએ કહ્યું, હું દરેકને અપીલ કરીશ કે આવો અને મતદાન કરો… ભાગલપુરના લોકો અહીં જીતશે… કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચામરાજનગરમાં મતદાન કર્યું હતું
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કનકપુરામાં પોતાનો મત આપ્યો હતો ઈસરોના વડા એસ. સોમનાથે તિરુવનંતપુરમમાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, મને મત આપીને ખૂબ જ આનંદ થાય છે ભાગલપુરમાં મતદાન કરનાર અભિનેત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્માની પુત્રી નેહા શર્માએ કહ્યું, હું દરેકને અપીલ કરીશ કે આવો અને મતદાન કરો… ભાગલપુરના લોકો અહીં જીતશે… કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચામરાજનગરમાં મતદાન કર્યું હતું ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે એક સામાન્ય નાગરિકની જેમ ક્તારમાં ઉભા રહી બેંગ્લોર નોર્થના ડૉલર કોલોનીમાં સ્થિત મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અભિનેતા દર્શને બ્ોંગ્લુરૂના રાડરાજેશ્ર્વરી નગરના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું.પશ્ર્ચિમ બંગાળના રાજયપાલ સી વી આનંદ બોસે કેરલના તિરૂવનંતપુરમમાં મતદાન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમનો બોલર મોહમ્મદ શમી પોતાના ભાઇ અને ભાભીની સાથે ડિડોંલી વિસ્તારના સહસપુર અલીનગરના મતદાન કેન્દ્ર પર પહોંચ્યો હતો અને મતદાન કર્યું હતું. પૂર્વ ક્રિકેટર જવાગલ શ્રીનાથે મૈસુરના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું.
અલીગઢ સંસદીય મત વિસ્તારની ખૈર વિધનસભાના લાલગઢી પોસ્ટ પલસેડાની બુથ નં.૧૦૩ ઉપર ગ્રામીણોએ ગામમાં વિકાસ ન થવા અને મુખ્ય પાર્ટીઓના વડાઓ દ્વારા ગામનો પ્રવાસ ન કરવા પર મતદાનનો બહિષ્કાર કર્યો હતાં. આ ઉપરાંત બરૌલી વિધાનસભાના જવાંના હેવતપુર સિયા ગામના લોકોએ સડકને લઇને મતદાનનો બહિષ્કાર કર્યો હતાં. ગાઝિયાબાદના ખોડાના મોટાભાગના યુવાનોએ આ વખતે મતદાન કર્યું ન હતું તેમણે પાણી નહીં તો વોટ નહીંની વાત કરી હતી. પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર સુકાંત મજુમદાર અને ટીએમસી કાર્યકર્તાએ વચ્ચે અથડામણ થઇ હતી.બીજા તબક્કાના મતદાનમાં પ્રથમવાર મતદાન કરી રહેલા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ભારે ગરમી હોવા છતાં મતદારો મતદાન કેન્દ્રો પર મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. વૃદ્ધોએ પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત કિન્નારોએ પણ મતદાનમાં ભાગ લીધો હતો આ ઉપરાંત જેના લગ્ન હતાં તેઓ પણ લગ્ન કરતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હતાં