બ્રિટનમાં પ્રથમ શીખ કોર્ટ શરૂ, ઘરેલુ હિંસા સહિતના કેસોની સુનાવણી કરવામાં આવશે

  • શીખ સમુદાયના લોકો નવી અદાલતને વિવાદ નિવારણ મંચ તરીકે સ્થાપિત કરવા માટે એક થયા.

લંડન, બ્રિટનમાં પારિવારિક અને નાગરિક વિવાદમાં ફસાયેલા શીખ સમુદાયના લોકો માટે એક સારા સમાચાર છે. લંડનમાં બ્રિટિશ શીખ વકીલો દ્વારા નવી કોર્ટ શરૂ કરવામાં આવી છે. શીખ સમુદાયના લોકો નવી અદાલતને વિવાદ નિવારણ મંચ તરીકે સ્થાપિત કરવા માટે એક થયા.

એક સમાચાર અહેવાલમાં જણાવાયું છે કે લંડનના લિંકન્સ ઇનના ઓલ્ડ હોલમાં એક સમારોહમાં ધામક મંત્રોચ્ચાર સાથે શીખ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોર્ટના સ્થાપકોમાંના એક એડવોકેટ બલદીપ સિંહ કહે છે કે તેનો ઉદ્દેશ્ય તકરાર અને વિવાદોનો સામનો કરતી વખતે શીખ પરિવારોને જરૂરિયાતના સમયે મદદ કરવાનો છે.

અહેવાલ છે કે નવી કોર્ટ વ્યક્તિગત રીતે ચલાવવામાં આવશે, અને તેમાં લગભગ ૩૦ મેજિસ્ટ્રેટ અને ૧૫ ન્યાયાધીશો હશે. ખાસ વાત એ છે કે આમાં મોટાભાગની મહિલાઓ હશે. કોર્ટમાં મેજિસ્ટ્રેટનું કામ પક્ષકારો વચ્ચે સમજૂતી કરવા માટે મયસ્થી કરવાનું રહેશે.

શીખ સંગઠનો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોર્ટ ઘરેલુ હિંસા, જુગાર અને માદક દ્રવ્યોના દુરુપયોગ જેવા મામલાઓ પર કાર્યવાહી કરશે. જો આ કેસોમાં મયસ્થી નિષ્ફળ જાય, તો કેસ કોર્ટના જજ સમક્ષ લાવવામાં આવી શકે છે. આ પછી આબટ્રેશન એક્ટ હેઠળ કાયદાકીય રીતે નિર્ણય લેવામાં આવશે. બલદીપ સિંહે કહ્યું કે અમે જે મુદ્દાઓ સાથે વ્યવહાર કરી શક્તા નથી તેને યોગ્ય જગ્યાએ નિર્દેશિત કરવામાં આવશે. કોર્ટના નવા નિયમો હેઠળ, કેસના બંને પક્ષકારોએ ભાગ લેવા માટે સંમતિ આપવી પડશે. તેમણે વધુમાં કહ્યું કે આ કોર્ટનો હેતુ અંગ્રેજી અદાલતોને કબજે કરવાનો અને હેરાન કરવાનો નથી.