પોઈન્ટ ટેબલમાં સાવ છેલ્લા ક્રમે છતાં આરસીબી હજું પણ પહોંચી પ્લેઓફમાં શકે છે

મુંબઇ, આરસીબીની ટીમે સતત છ મેચ હાર્યા બાદ આખરે જીત મેળવતા ચાહકો ખુશખુશાલ છે. જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદને આરસીબીની ટીમે ૩૫ રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા હજુ પણ જીવંત રાખી છે.

આરસીબીની ટીમે પહેલા બેટિંગ કરતા ૨૦૬ રનનો સ્કોર કર્યો. હૈદરાબાદનું ફોર્મ જોતા આ સ્કોર મોટો નહતો લાગતો પરંતુ આમ છતાં જીતવાની આશા જીવંત હતી. હાલ આરસીબી પાસે ફક્ત ૪ અંક છે અને તે સૌથી નીચે છે. જો કે પોઈન્ટ ટેબલમાં આરસીસી સૌથી નીચે છે પરંતુ હજુ પણ પ્લેઓફમાં રહેવાની આશા જીવંત કહી શકાય. જો કે આ માટે તેણે સતત જીત સાથે બીજી ટીમોના પરિણામો ઉપર પણ નિર્ભર રહેવું પડશે

પ્લેઓફમાં પહોંચવા માટે આરસીબીની ટીમે તમામ ૫ મેચોમાં જીત મેળવવી પડે. જો આરસીસી તમામ ૫ મેચ જીતી જાય તો તેને ૧૪ અંક મળશે. આરસીબીએ ટોપ ૪માં પહોંચવા માટે જરૂરી છે કે રાજસ્થાન, કેકેઆર અને હૈદરાબાદ ૧૬-૧૬ અંક મેળવે. જ્યારે બાકીની ટીમો ૧૨ અંકથી વધુ અંક ન મેળવી શકે. આવી સ્થિતિ સર્જાય તો ૧૪ અંક સાથે આરસીબી ટોપ ૪માં પહોંચી શકે છે.

જો કે આ બનવું ખુબ મુશ્કેલ છે. રાજસ્થાન રોયલ્સ પહેલેથી જ ૧૪ અંક પર પહોંચી ગઈ છે. જ્યારે હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ૧૦ અંક મેળવી ચૂક્યા છે. બાકીની ટીમોની વાત કરીએ તો ચેન્નાઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ પાસે ૮ અંક છે. આથી ચોથા ક્રમ માટે મુકાબલો રસપ્રદ થવાનો છે. હાલ આરસીબી ટેક્નિકલી જોઈએ તો રેસમાં પાછળ છે.

આરસીબીની હવે પછીની મેચો વિશે વાત કરીએ તો હૈદરાબાદ પર જીત બાદ આરસીબીનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં રવિવારે થશે. બંને ટીમો એકવાર ફરીથી એકવાર ૪થી મેના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે. ત્યારબાદ ૯મી મેના રોજ પંજાબ વિરુદ્ધ મેચ રમશે. જ્યારે ૧૨ મેના રોજ દિલ્હી અને આરસીબીની મેચ થશે. છેલ્લો લીગ મુકાબલો ૧૮મેના રોજ સીએસકે સામે રમશે.