મુંબઇ, રાજ કુન્દ્રાનું નામ આવે એટલે વિવાદ તરત જ એની આસપાસ આવી જાય. ફરી એક વાર રાજ કુન્દ્રાના નામે વિવાદ સર્જાયો છે. હવે તો એવું લાગે છે કે કંઈ ગોટાળો હોય એટલે રાજ કુન્દ્રા તો એમાં હોય જ. ફરી તે મુશ્કેલીમાં મુકાયો છે. ઇડીએ બિટકોઇન ફર્ઝીના કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કડક એક્શન લીધા છે. ઇડીએ રાજની ૯૮ કરોડની સંપત્તિ પોતાના કબજે કરી લીધી છે.
આ પ્રોપર્ટીમાં જુહૂનો એનો લેટ અને પૂણેનો બંગલો પણ છે. ઇડીએ પ્રોપર્ટી કબજે કર્યાં પછી ટ્વીટ કર્યું હતું કે રીપુ સુદન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની સ્થાયી અને અસ્થાયી સંપત્તિ ટોટલ ૯૮ કરોડની કિંમતને અમે જપ્ત કરી છે. આ સંપત્તિ એક્ટ્રેસ શિલ્પાના નામે છે. બંગલો અને લેટ શિલ્પાના નામે હતા જ્યારે ઇક્વિટી શેર રાજના નામે હતા એ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. હવે ભારતમાં ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનથી બિઝનેસ કરવો ગેરકાનૂની ગણાય છે. તે આપણાં દેશમાં અલાઉડ નથી, તેમ છતાં રાજે એ કર્યો એ કારણે હાલ તે મુશ્કેલીમાં છે.
આ પહેલાં પણ રાજને ૨૦૧૮માં ૨૦૦૦ કરોડના બિટકોઇનના ગોટાળામાં ઇડીએ સવાલો કર્યાં હતા. અલબત્ત, એ સમયે રાજનો આમાં કોઈ હાથ છે કે નહીં એ વાત સ્પષ્ટ નહોતી થઇ. એ સમયે ઇડીએ કહ્યું હતું કે રાજનો આ ગોટાળામાં કોઇ હાથ છે કે નહીં એ હજી સ્પષ્ટ નથી થયું પણ હવે જ્યારે ઇડીએ આ સંપત્તિ જપ્ત કરી છે તો બને કે રાજ એમાં દોષિત હશે. રાજના નામે પોર્ન ફિલ્મો બતાવવાનો કેસ તો થયો જ હતો એ પછી આ કેસ પણ થયો એટલે રાજ અને એનો પરિવાર ખરેખર મુશ્કેલીમાં ફસાયા છે. રાજના ગોરખધંધા શિલ્પા અને એનાં બાળકોને પણ મુશ્કેલીમાં મૂકે છે. જોકે આ વિશે શિલ્પાએ ક્યારેય એક પણ નેગેટિવ વાત નથી ઉચ્ચારી. તેણે સારી પત્ની બનીને હંમેશાં રાજનો સાથ આપ્યો છે. જોઇએ આ કેસમાં આગળ શું થાય છે.