સુરત, સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસને શિસ્ત સમિતિએ મોટી કાર્યવાહી કરી છે. ત્યારે આજે કોંગ્રેસે કુંભાણીને પક્ષ માંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. મળતી માહિતી મુજબ ફોર્મ અમાન્ય ઠરવા બદલ નિષ્કાળજીને લઈને તેમજ કોંગ્રેસને કોઈ ખુલાસો ન કરતા કુંભાણીને સસ્પેન્ડ કરવાનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો. કુંભાણી હાલ ક્યા છે તે અંગે પણ કોઈ જાણકારી નથી જેને લઈને કોંગ્રેસમાં કુંભાણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય ઠરી હતી જે બાદ કાર્યવાહી થઈ હતી અને કલેક્ટર કચેરીએ તપાસ માટે બોલાવામાં આવ્યા હતા જે બાદ એક દિવસનો સમય પણ કુંભાણીને આપવામાં આવ્યો હતો. તેમ છત્તા કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા અને અંતે ફોર્મ રદ થયુ હતુ. જે બાદથી કુંભાણીને લઈને કોંગ્રેસમાં વિરોધ ચાલી રહ્યો છે.
કુંભાણીનુ ફોર્મ રદ થતા જ તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને લઈને કોંગ્રેસ તેમનો સતત વિરોધ કરી રહી છે ઘર પર પોસ્ટર લગાવી કોઈ જનતાનો ગદ્દાર, હત્યારો કહી રહ્યા છે તો કોઈ મારીનાખવાની ધમકી આપી રહ્યા છે ત્યારે આ કુંભાણીનો હજુ સુધી કોઈ અતોપતો મળ્યો નથી. જે બાદ કોંગ્રેસે કુંભાણી પર મોટી કાર્યવાહી કરી છે અને પક્ષ માંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ફોર્મ રદ થયાના તે જ દિવસથી નિલેશ કુ઼ંભાણીના ઘરે તાળા જોવા મળ્યા હતા પત્ની પર ૪ દિવસ બાદ ઘરે પરત ફરી હતી પણ હજુ કૂંભાણી ક્યાં છે તે અંગે કોઈ જાણકારી નથી, ગઈકાલે કુંભાણીના પક્ષમાં કેટલાક સાક્ષીઓ પર સામે આવ્યા હતા પણ ફરી આજે તેમનો પણ કોઈ અતોપતો નથી ત્યારે હવે કોંગ્રેસની શિસ્ત સમીતીએ નિલેશ કુંભાણીને પક્ષ માંથી ૬ વર્ષ માટે દૂર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની આ કુંભાણી પર મોટી કાર્યવાહી છે.