મતદાનના દિવસે સેલ્યુલર / મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

દાહોદ, જીલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.07 મી મે, ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે ન્યાયી પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચ તરફથી મતદાનના દિવસે તમામ મતદાન મથકો તથા તેની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં તેમજ સૂચનાનો ભંગ કરનાર વ્યક્તિનું સાધન જપ્ત કરવામાં આવશે તથા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ જે તે વ્યક્તિને તેનું જપ્ત કરેલ સાધન પરત સોંપવામાં આવશે, તેવી સૂચના થયેલ છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.એમ.રાવલ એ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ ફરમાવ્યું છે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે મતદાનના દિવસે તમામ મતદાન મથકો તથા તેની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં મતદાન સાથે સંકળાયેલ અધિકારીઓ અને અધિકૃત પ્રવેશપત્ર ધરાવનાર સિવાયના કોઈપણ વ્યક્તિ સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈ જઈ શકશે નહીં તથા તેનો ઉપયોગ કરી શકશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.