- ગુજરાતની રાજનીતિના મહત્વના સમાચાર
- શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર
- આવતીકાલે ‘રાજનીતિના બાપુ’ જોડાશે કોંગ્રેસમાં
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાની ઋતુ આવી છે. જેમાં અનેક નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઉછળકૂદ કરી રહ્યા છે. એવામાં હવે 182 બેઠકો પર પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરવાનું નક્કી કર્યું છે.
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શંકરસિંહ બાપુ આવતીકાલે એટલે કે 12 ઓક્ટોબરના રોજ કોંગ્રેસમાં જોડાશે. તેઓ કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી.
મારી હાઈ કમાન્ડ સાથે ચાલી રહી છે વાતચીતઃ શંકરસિંહ
જોકે, થોડા સમયથી શંકરસિંહ બાપુ પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી અને શંકરસિંહે પણ કહ્યું હતું કે, મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર હાઈકમાન્ડ પણ માની ગયું છે, દિલ્હી હાઈકમાન્ડથી નિર્ણય લેવાયો હોય તેવું કહેવાય છે.