- જીલ્લાના કુલ 1696 મતદાન બૂથ પર (KYPS) કેમ્પેઈન અંતર્ગત બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન બૂથ સંદર્ભે માહિતિ આપવામાં આવશે
- “Know Your Polling Station (KYPS)કેમ્પેઈનમાં જીલ્લાના મતદારોને ઉત્સાહપુર્વક જોડાવા જીલ્લા ચૂંટણી અધિકારીની અપીલ
- બી.એલ.ઓ દ્વારા મતદાન મથકનું નામ, સ્થળ, વોટીંગ માટે માન્ય પુરાવા અને મળવાપાત્ર લધુતમ સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવશે
નડિયાદ,ખેડા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા ખેડા જીલ્લાના મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે. ત્યારે જીલ્લાના મતદારોને તેમના મતદાન બૂથ વિષયક માહિતિ માર્ગદર્શક સરળતાથી ઉપલબ્ધ કરાવવા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા.28-04-2024, રવિવારે ખેડા જીલ્લામાં “Know Your Polling Station (KYPS) કેમ્પેઈન યોજાશે.
ખેડા જીલ્લાના તમામ 1696 મતદાન મથકો પર “Know Your Polling Station (KYPS) કેમ્પેઇન અંતર્ગત તમામ મતદાન મથકો ખાતે નિયુક્ત કરાયેલ બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) તા.28-04-2024 રવિવારના રોજ સવારના 09:00 કલાક થી 12:30 કલાક સુધી ઉપલબ્ધ રહેશે. તેમજ ખેડા જીલ્લાના તમામ મતદારો પોતાના મતદાન મથકનું નામ અને સ્થળ, મતદાન કરવા માટે રજુ કરવાના પુરાવા તેમજ મતદાન મથકે પુરી પાડવામાં આવતી ખાતરીપુર્વકની લઘુત્તમ સુવિધાઓ (AMF) વિશે વાકેફ થાય તે માટે જાણકારી અને માર્ગદર્શન આપશે.
આ સંદર્ભે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત પ્રકાશ યાદવે જીલ્લાના સૌ મતદારોને “Know Your Polling Station” કેમ્પેઈનમાં ઉત્સાહપુર્વક જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા તથા તા. 07 મે ના રોજ બિનચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.