પાનમ ડેમમાં 61.60 ટકા પાણીનો જથ્થો હડફ ડેમમાં 71.54 ટકા અને કરાડ ડેમ માં 14.11 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

  • પાનમ ડેમમાંથી 132 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે જ્યારે 70 કરતા વધુ ગામોને પીવાનું પાણી મળતું હોય છે.
  • પાનમ ડેમમાં એક વર્ષ ચાલી શકે એટલો પાણીનો જથ્થો.
  • પાનમ જળાશય માંથી 750ક્યુસેક અને કરાડ ડેમ માંથી 150ક્યુસેક પાણી કેનાલમાં છોડાઇ રહયું.

શહેરા, શહેરા નગર અને તાલુકાના આશીર્વાદ સમાન પાનમ ડેમમા 61.60 ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે. આ પાણીનો જથ્થો ચોમાસા પછી પણ એક વર્ષ સુધી ચાલી શકશે, જેથી 70થી વધુ ગામોને પીવા માટે અને 132 ગામના ખેડૂતોને સિંચાઇ માટે સમયસર પાણી મળી રહેશે. જ્યારે પાનમની સિંચાઇ કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. જોકે, જીલ્લામાં આવેલ હડફ ડેમમાં 71.54ટકા અને કરાડ ડેમમાં 14.11 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન પાનમડેમ 132ગામના ખેડૂતો અને 70થી વધુ ગામોના લોકો માટે આશીર્વાદ સમાન છે. હાલ પાનમ જળાશયમાં 61.60 % ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ પાણીનો જથ્થો ચોમાસા સુધી અને તેના પાછળના મહિનાઓ સુધી ચાલી શકે તેટલો છે. ખેડૂતો માટે આશિર્વાદ સમાન પાનમ સિંચાઇ કેનાલનું પાણી લુણાવાડા તાલુકા, પંચમહાલ જીલ્લાના ગોધરા, શહેરા,કાલોલ અને વડોદરા જીલ્લાના ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને સિંચાઇ માટે પાણી મળતુ હોય છે. શહેરા અને ગોધરા તાલુકા સહિત અન્ય ગામો મળી 70 થી વધુ ગામોને આ પાનમ ડેમ માંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવવા સાથે પાનમ જળાશયના પાણીથી સિંચાઈ તળાવો ભરવામાં આવતા હોય છે. જ્યારે પાનમ ડેમમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે એક વર્ષ સુધી પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા ગામો અને ખેડુતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાશે નહીં, તેમજ ખેડૂતોને પણ ખેતી માટે સમયસર પાણી મળી રહશે. જ્યારે હડફ ડેમમાં 71.54 ટકા અને કરાડ ડેમમાં 14.11 ટકા પાણીનો જથ્થો છે. જીલ્લામાં આવેલા ત્રણ જળાશય માંથી સૌથી વધુ પાણીનો જથ્થો હડફ ડેમમાં જોવા મળી રહ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં આ જળાશય માંથી ખેતી માટે સિંચાઈ કેનાલમાં ખેડૂતોના હિત માટે પાણી છોડવામાં આવશે. જ્યારે પાનમ ડેમ માંથી 750 ક્યુસેક અને કરાડ ડેમ માંથી 150ક્યુસેક પાણી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવી રહયું છે. ઉનાળામાં પાનમ ડેમ અને હડફ ડેમમાં સારો એવો પાણીનો જથ્થો ઉપલબ્ધ જોવા મળી રહ્યો હોય જેના કારણે સિંચાઈ કેનાલનું પાણી મેળવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

અતિક શિકારી ડેપ્યુટી ઈજનેર પાનમ જળાશય યોજના…

પાનમ ડેમમા 61.60 ટકા પાણીનો જથ્થો છે. 132 ગામના ખેડૂતોને સિંચાઈ માટે અને 70 ઉપરાંત ગામોને પીવા માટે પાણી મળી રહ્યું છે. હાલ જળાશયમાં 61.60ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી એક વર્ષ સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો છે. જળાશય માંથી પાનમ સિંચાઈ કેનાલ અને પાનમ હાઈ લેવલ કેનાલમાં પણ પાણી આપવામાં આવી રહયું છે.