બાલાસિનોરના ભાંથલા ખાતે મતદાન જાગૃતિ શિબિર યોજાઈ

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના ભાથલા ખાતે બીજા સન એક્સપ્લોઝ્ન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આજરોજ લેબર વેલ્ફેર ઓફિસર પ્રિયંકા બારૈયા તેમજ ડીઆઇસી ના અધિકારી એસ.ડી.નિનામા અને સ્ટાફના અધ્યક્ષ સ્થાનમાં મજદૂરોને મતદાન જાગૃતિ માટેની શિબિર યોજવામાં આવી હતી. જેમાં બીજા સંત પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટ નવનીતભાઈ સોમાણી તેમજ 150 થી વધુ લેબરો આ શિબિરમાં જોડાયા હતા અને મતદાન કરવાની અને કરાવવાની પ્રતિજ્ઞા લીધી.