ગોધરા ગીદવાણી રોડ શાંતિ પ્રકાશ હોલ પાસે વેપારીએ પાર્ક કરેલ ઈકો ગાડીમાં બેગ ચોરીમાં રોકડ સહિત અનેક આધાર-પુરાવાની ચોરીની ફરિયાદ

ગોધરા,ગોધરા શહેરના ગીદવાણી રોડ શાંતિ પ્રકાશ હોલની બાજુમાં ફરિયાદીએ પોતાની ઈકો ગાડી મુકીને સામાન લેવા ગયેલ હોય ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ગાડીમાંથી બેગની ચોરી કરતા આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, બેંક એટીએમ, ચેકબુક તેમજ રોકડ 95,000/-રૂપિયાની ચોરી કરી જતાં આ બાબતે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના ગીદવાણી રોડ ખાતે દરગારામ આસારામ કુમાવત(રહે.વિરણીયા ચોકડી, લુણાવાડા)પોતાની ઈકો ગાડીમાં સરસામાન ખરીદવા આવ્યા હતા. અને શાંતિ પ્રકાશ હોલ પાસે ઈકો ગાડી પાર્ક કરીને સામાન લેવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ઈકો ગાડીમાંથી બેગની ચોરી કરી હતી. ચોરી કરેલ બેગમાં દરગારામ આસારામ કમાવત, મંજુબેનના આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, ગાડીની આરસીબુક, લાયસન્સ, બેંકનુ એટીએમ, ચેકબુક, ગેસની ચોપડી, અને ત્રણ બાળકોના આધારકાર્ડ તેમજ રોકડ 95,000/-રૂપિયાની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી.