ધરની વહેંચણીને લઇને વિવાદ થતાં નાનાભાઇએ સીઆરપીએફમાં તહેનાત મોટા ભાઇની હત્યા કરી

મઉ,
ઉત્તરપ્રદેશના મઉમાં બે નાના ભાઇઓએ લાકડીઓ,ડંડાથી પોતાના ભાઇની હત્યા કરી દીધી,કહેવાય છે કે દોહરીયાઘાટના જમુનીપુર ગામમાં જમીન વિવાદમાં સગા ભાઇઓ વચ્ચે મારપીટ થઇ આ મારપિટમાં ગંભીર રીતે ઘાયલ સીઆરપીએફ જવાન ૪૨ વર્ષીય મહેશ ખરાબ રીતે ઘાયલ થયો આથી તેને તાકિદે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જાણકારી અનુસાર પિતાની માહિતી પર સવારે ૧૦ વાગે ઘટના પર રસુલપુર ચોકી પોલીસ ગઇ હતી અને સમજાવીને તે ચાલી ગઇ હતી ત્યારબાદ બપોરે ફરી ભાઇઓ વચ્ચે વિવાદ ઉભો થયો અને મહેશની લાકડીઓ અને ડંડાથી પિટાઇ કરવામાં આવી જેમાં તેના માથા પર ગંભીર ઇજા પહોંચી અને તે બેભાન થઇ ગયો અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર બાદ તેને ડોકટરોએ જીલ્લા હોસ્પિટલ રેફર કરી દીધો હતો જયાં તેની હાલતમાં કોઇ સુધાર થયો નહીં અહીંથી તેને વારાણસી લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

મહેશ સીઆરપીએફ જવાન હતો અને તેની તહેનાતી ચંડીગઢમાં હતી તે રજાઓ લઇ પત્નીની સાથે પોતાના પૈતૃક ગામ જમુનીપુર આવ્યો હતો તે ત્રણ ભાઇઓમાં સૌથી મોટો હતો ભાઇઓમાં ઘર અને મિલ્કતની વહેચણીને લઇને વિવાદ ચાલતો હતો આ હત્યાની જાણ પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી મામલાની તપાસ શરૂ કરી છે.પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે.

આ મામલા પર અપર પોલીસ અધીક્ષક ત્રિભુવન નાથ ત્રિપાઠીએ કહ્યું કે ત્રણ ભાઇઓની વચ્ચે મકાનની વહેંચણીને લઇ વિવાદ થયો હતો જેમાં સગા ભાઇ અખિલેશ અને હરેન્દ્ર દ્વારા લાકડીઓથી પિટાઇ કરી મહેશની હત્યા કરી દેવામાં આવી હતી.પોલીસે હત્યાનો મામલો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.