ગાઝીયાબાદ,
ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના પુજારી યતિ નરસિંહાનંદ એકવાર ફરીથી ચર્ચામાં છે કારણ છે તેમનું વિવાદાસ્પદ નિવેદન.વિવાદાસ્પદ બોલ બોલનારા સ્વામી યતિ નરસિંહાનંદની વિરૂધ ગાઝિયાબાદમાં એફઆઇઆર દાખલ થઇ છે.
હકીકતમાં સોશલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો હતો જેમાં મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી વડાપ્રધાન અને અન્ય મહારપુરૂષોની બાબતમાં વાંધાજનક ટીપ્પણી કરી રહ્યાં હતાં આ કારણે ગાઝિયાબાદના પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો આ સાથે જ આ મામલાની આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.સપ્ટેમ્બરમાં પણ તેમણે કહ્યું હતું કે મદરેસાઓને દારૂગોળાથી ઉડાવી દેવા જોઇએ જેથી બાળકોના મગજમાંથી વાયરસ કાઢી શકાય તેમણે કોંગ્રેસની ભારત જોડો યાત્રાને પણ મજાક બતાવી હતી.આ ઉપરાંત તેમની એક વીડિયો વાયરલ થઇ હતી જેમાં તે પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામને નંબર એક જેહાદી બતાવતા રહ્યાં છે. તેઓ એ કહેતા હતાં કે કલામના રાષ્ટ્રપતિ અને ડીઆરડીઓના પ્રમુખ રહેતા ન જાણે કેટલા હિન્દુઓની હત્યા થઇ.
આ પહેલો પ્રસંગ નથી જયારે યતિ નરસિંહાનંદ ચર્ચાઓમાં આવ્યા હોય આ પહેલા પણ તે ખોટી નિવેદનબાજીને કારણે અનેકવાર ચર્ચામાં રહી ચુકયા છે.જુલાઇમાં તેમણે મહાત્મા ગાંધીને હિન્દુઓના મોતના જવાબદાર ઠેરવ્યા હતાં.યતિ એ કહેતા નજરે આવી રહ્યાં હતાં કે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપતિ કહેવામાં ન આવે તેના માટે સુપ્રીમ કોર્ટમાં તેઓ અરજી દાખલ કરશે
યતિ નરસિંહાનંદ સરસ્વતી ગાઝિયાબાદના શિવ શક્તિ ઘામ ડાસના મંદિરના મહંત છે તેમને અખિલ ભારતીય સંત પરિષદના રાષ્ટ્રીય સંયોજક પણ બતાવવામાં આવે છે.આ ઉપરાંત તેમની બાબતમાં કહેવામાં આવે છે કે તેમણે રશિયામાં અભ્યાસ કર્યો છે અને મોસ્કો અને લંડન સહિત અનેક જગ્યાઓ પર કામ પણ કર્યું છે.તે સમાજવાદી પાર્ટીથી પણ જોડાયેલા રહી ચુકયા છે.