- પિતાનાં અત્યાચારનો ભોગ બનેલી કિશોરીએ તા. ૧૯-૧૦-૨૦૨૦ નાં રોજ બાળકને જન્મ આપ્યો હતો.
પાટણ, પાટણની સ્પેશ્યલ પોક્સો સેસન્સ કોર્ટે એક પિતાને તેની સગી સગીર દીકરીને પોતાની હવસનો ભોગ બનાવી ગર્ભવતી બનાવ્યા બાદ પણ તેની સાથે છરીની અણીએ ધમકીઓ આપીને તે ગર્ભવતી હોવા છતાં પણ તેની સાથે વારંવાર બનાવનાં છેલ્લા દોઢેક વર્ષથી બળાત્કાર કરવાનાં જધન્ય અપરાધ સામે સખત વલણ અખત્યાર કરીને દુષ્કર્મી પિતાને તેની સામેની તમામ કલમો હેઠળ કોઈપણ દયા રાખ્યા વિના દરેક ગુના માટે એવી આજીવન કેદ કે જે આરોપીનાં કુદરતી આયુષ્ય સુધીની સખ્ત કેદ (મૃત્યુ પામે ત્યા સુધી જેલમાં રહેવાની સખ્ત કેદ)ની સજા તથા કુલે મળીને રૂ.૧૬.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો તથા આ દંડની રકમ બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને તેની નવજાત બાળકીનાં જીવન નિર્વાહ માટે વળતર સ્વરૂપે બે મહિનામાં ચુકવી આપવાનો આદેશ કર્યો હતો.
આ ચુકાદા સામે આરોપી હાઈકોર્ટમાં અપીલ કરે ને ત્યાં સુધી તેનો ચુકાદો આવતાં વિલંબ થાય તેમ હોવાથી આ દંડની રૂા. ૧૬.૫૦ લાખની રકમ પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ આ ચુકાદાનાં બે માસમાં ભોગ બનનાર કિશોરીને ચુકવી આપે તથા આ રકમ સત્તામંડળ આરોપી પાસેથી વસૂલવા માટે કાર્યવાહી કરી શકશે તેવો આદેશ આપ્યો હતો. આ કેસનો આરોપી બનાવ બાદ પકડાયા પછી તે અત્યાર સુધી અંડર ટ્રાયલ પ્રિઝનર (યુ.ટી.પી.) હતો.આ કેસમાં પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને મૃત્યુપર્યંતની આજીવન કેદની સખ્ત સજાની સાથે પોક્સો એક્ટની કલમ ૪(૨) નાં ગુના માટે રૂા. બે લાખ, કલમ ૫(એચ), ૫(એન), ૫(ક્યુ તથા ૫(એલ)નાં દરેક ગુના માટે રૂા. ૩,૫૦,૦૦૦ મળી કુલ રૂા.૧૪ લાખનો દંડ અને દંડ ન ભરે તો દરેક દંડનાં ભંગ બદલ એક એક વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાની રહેશે. તથા આઇપીસી ૫૦૬(૨) અંતર્ગત ૮ વર્ષની સખ્ત કેદ અને રૂા ૫૦.૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
આરોપીએ તા. ૧૩-૧-૨૦૧૯ થી તા. ૧૩-૭-૨૦૨૦ દરમ્યાન પોતાની સગી દિકરી કે જે સગીર હોવાનું જાણતો હોવા છતાં પણ તા. ૧૩-૭- ૨૦૨૦ નાં રોજ તથા તેનાં દોઢેક વર્ષ અગાઉનાં સમય દરમ્યાન તેનો સગો પિતા થતો હોવા છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીએ બનાવનાં દિવસે રાત્રે કિશોરી દિકરી સુતી હતી ત્યારે તેનો મોંઢામાં ડૂચો મારીને તેને ધમકી આપી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ને તેને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પિતાનાં આ બળાત્કારનાં કારણે તેની સગી દિકરીને જે તે વખતે પાંચ માસનો ગર્ભ રહી ગયો હતો. પોતે ગર્ભવતી થઇ હોવાની જાણ કિશોરીએ તેનાં પિતાને કરતાં પિતાએ તેને ધમકી આપી હતી કે, આ બાબતની જાણ તે તેની માતાને કે અન્યને કરશે છરી મારીને તેનાં આંતરડા બહાર કાઢી નાંખીશ. ત્યારબાદ દીકરી ગર્ભવતી હોવા છતાં પિતા તેને ધમકી આપીને અવારનવાર તેની હવસનો ભોગ બનાવતો હતો. છેલ્લે તા. ૮-૭-૨૦૨૦નાં રોજ રાત્રે દીકરીનું મોઢું દબાવી છરીની અણીએ ગર્ભવતી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતા સામે પુત્રીએ આખરે તેની સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપી પિતા સામે આઈપીસી ૩૭૬(૨)એ, ૩૭૬ (૨)એચ, ૩૭૬(૨)એન, ૩૭૬(૩), ૫૦૬(૨) પોક્સો એક્ટ ૩(એ), ૪, ૪(૨), ૫(એચ), ૫(એલ), ૫(એન), ૫(ક્યુ) મુજબ ગુનો નોંયો હતો. જે કેસ આજે પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ જી.જે. શાહે બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજુઆતો કરી હતી કે, આરોપીનો આ ગુનો જધન્ય છે. સમાજમાં દાખલો બેસે તે માટે તેને મહત્તમ સજા કરાય તો કાયદાનું સાશન હોવાનો સમાજમાં સંદેશો જશે ને સમાજમાં દાખલો બેસે. જજે આરોપીને ઉપરોક્ત સજા ફટકારી હતી.પાટણનાં સ્પેશ્યલ પોક્સો જજ જી.જે. શા શાહે પોતાના સગી દિકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારા હવસખોર પિતાને સખ્ત કેદની સજા ફટકારતાં ૭૦ પાનાનાં ચુકાદામાં જણાવ્યું હતું કે, પિતાની હવસખોરીનો ભોગ બનનારી સગીર દિકરીનાં પિતા હોવાનાં નાતે તેનું રક્ષણ કરવાની તેની નૈતિક અને સામાજિક જવાબદારી હોવા છતાં તેણે તેની દિકરીનાં માત્ર શરીર જ નહિં પણ આત્માને પણ ઇજા પહોંચે તે રીતે તેની સાથે માત્ર એકવાર નહિં પણ વારંવાર સગી પુત્રીને ધમકી આપી પોતાનાં ભોગ (વિલાસ)નું સાધન બનાવી અને તે રીતે કાયમ માટે સાથે રાખવાનાં પ્રયત્ન સાથે તેની સાથે દુષ્કૃત્ય ઉત્તેજીત પ્રવેશ જાતિય હુમલો મુજબનાં નૈતિક રીતે અધમઅધમ કૃત્ય ચાલુ રાખતાં બોગ બનનાર તેમજ સુસંસ્કૃત સમાજ વ્યવસ્થાને જિર્ણ કરી નાંખે તેવું દુરાચારી કૃત્ય આચરી ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. આવા ગંભીર પ્રકારનાં ગુનાની હકિક્તો યાનમાં લેતા ભોગ બનનાર તેમજ સમાજ બંને આ કોર્ટ પાસે ચાતક નજરે ન્યાયની રાહ જોતાં હોય તે સંજોગોમાં આવા ગંભીર ગનામાં આરોપી સાથે કોઇપણ રીતે દયાપૂર્ણ વર્તન કરવું એ કોઈ રીતે યોગ્ય અને વ્યાજબી નથી. અત્રે નોંધનીય છે કે, પિતાનાં અત્યાચારનો ભોગ બનેલી કિશોરીએ તા. ૧૯-૧૦-૨૦૨૦ નાં રોજ બાળકને જન્મ આપ્યો હતો.