પંચમહાલ બેઠક પર કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણનાં સહીત 70 વધુ કાર્યકર્તા કાલે ભાજપમાં જોડાશે.

લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં મોટુ ગાબડું નોંધાયું છે, જેમાં કોંગ્રેસના વિધાનસભા બેઠકનાં ઉમેદવારો સહિત કાર્યકરો આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પોતાના 70 કાર્યકરો સાથે કેસરિયા કરશે.

લોકસભાની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંત ચૌહાણ સહિત 70 જેટલા કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કીધુ હતું, ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો એન્ડ કાર્યકરો આવતીકાલે કેસરિયા કરશે, આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના સ્ટાર પ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેર સભાને સંબોધન કરનાર છે, પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચુંટણી પ્રચાર અર્થે આવતીકાલે અમિત શાહ ગોધરા ખાતે સભા ગજવશે.

ત્યારે તેઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણ, તેઓના પત્ની અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રશમિતાબેન ચૌહાણ ભાજપમાં જોડાશે, દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ નારાજ હતા.નારાજગી બાદ દુષ્યંત સિહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે વિધાનસભાની ચુંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે.