સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના બીસીએ સેમ ૪ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

રાજકોટ, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના બીસીએના સેમિસ્ટર ૪નુ પેપર લીક થવાનો મામલે યુનિવસટીના સત્તાધીશો ૬ દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે. એક અઠવાડિયા જેટલો સમય વિત્યા બાદ હવે આ મામલે નિવૃત જજની અયક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.

આ કમિટીના રિપોર્ટ સોંપ્યા બાદ ફોજદારી કેસ કરવામાં આવશે. કમિટીના રિપોર્ટના આધારે પેપર રદ થવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે. બીજી તરફ બીસીએના સેમિસ્ટર ૪ના પેપર લીક થવા મામલે એબીવીપીમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બીસીએએ રજીસ્ટ્રાર સામે સૂત્રોચ્ચાર કરી પેપરલીક કરનાર સામે ઝડપથી કાર્યવાહી કરવા માગ કરી છે.૭