ગરબાડાના પાંચવાડા ગામે મેઈન કેનાલની હલકી કામગીરીને લઈ સરપંચ દ્વારા કોન્ટ્રાકટરને રજુઆત

ગરબાડા,
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના ગુંડિયા ફળિયામાં આવેલી મેઈન કેનાલની કામગીરી હલકી કક્ષાની થતી હોઈ ગ્રામજનોએ સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા કોન્ટ્રાકટરને રજુઆત કરવામાં આવી હતી.

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના ગુંડિયા ફળિયામાં આવેલ મેઈન કેનાલનુ હાલમાં અંદાજિત અઢી લાખના ખર્ચે 107 મીટર જેટલી કામ મોટી સિંચાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યુ હતુ. પરંતુ આ કામગીરી પાણીનો છંટકાવ કર્યા વિના ડે્રસિંગ કર્યા વિના ધારાધોરણ મુજબ થતી ન હોવાની ગ્રામજનો દ્વારા પાંચવાડા સરપંચને જાણ કરાતા સરપંચના પતિ દ્વારા આ બાબતે કોન્ટ્રાકટરને રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે સરપંચના પતિએ જણાવ્યુ હતુ કે, કેનાલના મેન્ટેનન્સનુ કામ વારંવાર થતુ નથી અને જો તેમાં વેઠ ઉતારવામાં આવે તો તે કામગીરી લાંબો સમય ટકે નહિ, જેથી ધારાધોરણ મુજબની કામગીરી કરવા માટે રજુઆત કરી હતી. જે બાબતની સ્થળ તપાસ કરતા ખરેખર કામગીરી હલકી કક્ષાની થતી હોવાનુ જોવા મળી રહ્યુ હતુ.