અમેરિકામાં ડોકટરોએ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી મહિલાનો બચાવ્યો જીવ

વોશિગ્ટન, અમેરિકામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સર્જરી કરવામાં આવી છે, જે મેડિકલ ક્ષેત્રે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. હકીક્તમાં, અમેરિકાના ન્યુ જર્સીમાં સર્જનોએ એક મહિલાના શરીરમાં સંયુક્ત હાર્ટ પંપ અને પિગની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. આ પ્રથમ વખત છે જ્યારે સંયુક્ત હૃદય પંપ અને પિગની કિડની માનવમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે.

આ સર્જરી ન્યુ જર્સીના એનવાયયુ લેંગોન ખાતે કરવામાં આવી હતી. વાસ્તવમાં, ન્યુ જર્સીની રહેવાસી ૫૪ વર્ષની લિસા પિસાનો હાર્ટ ફેલ્યોર અને છેલ્લા સ્ટેજની કિડનીની બિમારીથી પીડિત હતી. તેને નિયમિત ડાયાલિસિસની જરૂર હતી. ઘણા સમયથી લિસા હાર્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અમેરિકામાં ઓર્ગન ડોનર્સની અછતને કારણે તે અંગો મેળવી શકી ન હતી.

સર્જરી બાદ લિસાએ કહ્યું કે જ્યારે મારી સાથે પહેલીવાર આ ઓપરેશન વિશે વાત કરવામાં આવી ત્યારે મેં કહ્યું કે હું ચોક્કસપણે આનો પ્રયાસ કરવા માંગીશ. સર્જરી બાદ લિસાએ ૈંઝ્રેંમાં પોતાના બેડ પરથી મીડિયા સાથે વાત કરી હતી. લિસાએ જણાવ્યું કે તે તમામ પ્રકારની સારવાર કરાવ્યા બાદ થાકી ગઈ હતી અને હાર્યો હતો. તેથી જ્યારે ડોકટરોએ મને પિગની કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જણાવ્યું, ત્યારે મેં ખુશીથી તેનો સ્વીકાર કર્યો. લિસાએ આગળ કહ્યું, ‘આશા છે કે હવે મને મારા પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવાનો અને તેમની સાથે રમવાનો મોકો મળશે.’

તમને જણાવી દઈએ કે અમેરિકામાં અંગ દાન કરનારાઓની સંખ્યા કરતાં અંગ મેળવનારાઓની સંખ્યા ઘણી વધારે છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં દરરોજ ૧૭ લોકો અંગની રાહ જોતા મૃત્યુ પામે છે. અહીં કિડનીની માંગ સૌથી વધુ અને પુરવઠો સૌથી ઓછો છે. ઓર્ગન પરચેઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ નેટવર્ક અનુસાર, ૨૦૨૩માં લગભગ ૨૭ હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, પરંતુ લગભગ ૮૯ હજાર લોકો તે અંગો માટે રાહ જોઈ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, ૪ એપ્રિલે લિસાના શરીરમાં હાર્ટ પંપ લગાવવામાં આવ્યો હતો અને ૧૨ એપ્રિલે પિગની થાઇમસ ગ્રંથિ સાથે જીન-એડિટેડ પિગની કિડની લગાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, વિશ્ર્વમાં પ્રથમ વખત, માર્ચ મહિનામાં મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ૬૨ વર્ષના રિક સ્લેમેનને જીવંત વ્યક્તિમાં ડુક્કરની કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. જે આ મહિને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પણ પહોંચી ગયા છે. જો કે, જ્યારે બચી ગયેલા બે લોકોને ડુક્કરની કિડની આપવામાં આવી હતી, ત્યારે તેઓ થોડા અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા.