કરીના કપૂર દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા પહોંચી,બિગ બી પણ અભિષેક સાથે જોવા મળ્યા

મુંબઈ, કરીના કપૂર ખાન દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા બુધવારે સાંજે મુંબઈના ખાર વિસ્તારમાં ખાર જિમખાના પહોંચી હતી. ત્યાં દિવ્યાંગો માટે વ્હીલ ચેર દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરીના કપૂર ત્યાં પહોંચી અને વિજેતાને એવોર્ડ પણ આપ્યો. આ પ્રસંગે તેમની સાથે સામાજિક કાર્યકર નિખિલ રૂપારેલ પણ હાજર રહ્યા હતા. આ સિવાય અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક બચ્ચન સાથે શહેરમાં જોવા મળ્યા હતા. રશ્મિકા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

કરીના કપૂર કેઝ્યુઅલ આઉટફિટમાં ખાર જિમખાના પહોંચી હતી. તેમણે વિકલાંગોને પ્રોત્સાહિત કર્યા અને તેમની સાથે લાંબા સમય સુધી વાત પણ કરી. હાલના કામ વિશે વાત કરીએ તો, તેની તાજેતરની ફિલ્મ ’ક્રૂ’એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. આ ફિલ્મમાં તેની સાથે ક્રિતી સેનન અને તબ્બુ પણ જોવા મળી હતી.

અમિતાભ બચ્ચન પણ પુત્ર અભિષેક બચ્ચન સાથે શહેરમાં જોવા મળ્યા હતા. હંમેશની જેમ સફેદ કુર્તા સાથે સાલ રાખી હતી.રશ્મિકા પણ મુંબઈ એરપોર્ટ પર શાનદાર અને આરામદાયક અંદાજમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં અલ્લુ અર્જુન સાથે ’પુષ્પા-૨’માં જોવા મળશે.