ફતેપુરા,
ફતેપુરાથી વાયા ગલાલપુરા સલરા થઈ સલરા મહુડા સુધીનો 7 કિ.મી.જેટલો નવીન ડામર રોડ દાહોદ જિલ્લાની હદ સુધીનો સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો. ડામર રોડ મંજુર કરાતા સ્ટેટ વિભાગ દ્વારા જવાબદાર કોન્ટ્રાકટર કંપની મારફતે કામગીરી શરૂ કરાવાઈ હતી. પહોળા ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોન્ટ્રાકટર દ્વારા 4 કિ.મી.જેટલો જ રોડ બનાવી અધુરી કામગીરી છોડી દેવામાં આવી હતી ત્યારે દાહોદ જિલ્લાની હદ સલરા મહુડા સુધી રોડની કામગીરી છેલ્લા બે-ત્રણ મહિનાથી પુર્ણ ન કરાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અધુરી કામગીરી પુર્ણ કરવા લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે. ફતેપુરા સલરા મહુડા સિવાય મહિસાગર જિલ્લાની હદ સુધીનો બટકવાડા સંતરામપુરનો રોડ પણ જર્જરિત થઈ જતા આ માર્ગ રિપેર કરી નવીન બનાવવા લોકોની માંગ ઉઠવા પામી છે.