ચૂંટણી વચ્ચે રિજિજુના નિવેદનથી હોબાળો:અરુણાચલથી એક લાખ ચકમા શરણાર્થીને આસામ મોકલાશે

નવીદિલ્હી, આસામમાં બીજા તબક્કાના મતદાનથી પહેલાં નવા મુદ્દાને લઇને રાજકીય ગરમી વધી ગઇ છે. હકીક્તમાં બે દિવસ પહેલાં જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં રહેતા ચકમા અને હાજોંગ શરણાર્થીઓને ચૂંટણી બાદ સીએએ કાયદાની જોગવાઇઓ હેઠળ આસામમાં શિટ કરવામાં આવશે. તેમના આ નિવેદન બાદ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ગઇ છે.

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે કેન્દ્ર સરકારે આને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કર્યો નથી. આસામ જાતીય પરિષદ અને કોંગ્રેસે કહ્યું કે અમે રાજ્યમાં ચકમા લોકોને વસવાટની મંજૂરી આપીશું નહીં. બીજી બાજુ ચકમા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સંસ્થાપક સુહાસ ચકમાએ કહ્યું કે રિજિજુનું નિવેદન મત હાંસલ કરવા સાથે સંબંધિત છે. ચકમા મૂળ રીતે બૌદ્ધધર્મના આદિવાસી લોકો છે. જ્યારે બાંગ્લાદેશની રચના કરવામાં આવી ત્યારે તેમને ત્યાંથી ફરાર થવાની ફરજ પડી હતી.

આસામ કોંગ્રેસના અયક્ષ ભુપેન બોરાહે કહ્યું કે ચકમા લોકોને ચૂંટણી બાદ રાજ્યમાં વસાવવા માટેની યોજનાને અમલી કરવાની તક અપાશે નહીં. આ આસામના લોકોની સાથે વિશ્ર્વાસઘાત સમાન છે. જો કોઇ ચકમા લોકોને બળજબરીપૂર્વક શિટ કરાશે તો તે ૧૯૯૬માં આપવામાં આવેલા સુપ્રીમકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન રહેશે.

ગૃહમંત્રી અમિત શાહે ચકમા અને હાજોંગને ખસેડવા સાથે સંબંધિત કોઇ નિવેદન આપ્યું નથી. જ્યારે પીએમઓએ વર્ષ ૨૦૨૧માં ખાસ રીતે અરુણાચલ પ્રદેશને માત્ર ચકમા અને હાજોંગની વસતીગણતરી રોકવાનો નિર્દેશ આપ્યો હતો.