પટનામાં જદયુ નેતાની ગોળી મારીને હત્યા, બાઇક સવાર બદમાશોએ ગોળીઓ વરસાવી

પટણા, પટનામાં જદયુ નેતા સૌરભ કુમાર (૩૩)ની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે ૧૨ વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર ૪ બદમાશોએ તેમના પર લગભગ ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સૌરભ કુમારને માથામાં બે ગોળી વાગી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્ર મુનમુન કુમારને ત્રણ ગોળી વાગી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મામલો પટનાના પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારના બડિયા કૌલ ગામનો છે. સૌરભ કુમાર પણ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પાટલીપુત્ર સીટ પરથી આરજેડી ઉમેદવાર અને લાલુ યાદવની મોટી પુત્રી મીસા ભારતી સૌરભ કુમારના પરિવારને મળ્યા હતા. હત્યા બાદ સમગ્ર ગામમાં સનસનાટીનો માહોલ છવાયો હતો. આસપાસના લોકો રસ્તા પર આવી ગયા હતા. લોકોએ ફરીથી પટના રોડ પર જોરશોરથી વિરોધ શરૂ કર્યો. તમામ ગુનેગારોની ધરપકડની માંગ કરી હતી.હત્યા અને લોકોના પ્રદર્શનની માહિતી મળતા જ સિટી એસપી ઈસ્ટ ઈન્ડિયા સોની સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકો શાંત થયા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે શિવનગરના રહેવાસી જદયુ નેતા સૌરભ કુમાર તેમના મિત્ર મુનમુન કુમાર સાથે પુનપુનના બધૈયાન કોલ ગામમાં લગ્નની રિસેપ્શન પાર્ટીમાં ગયા હતા. ત્યાં અજીત કુમારના ભાઈના લગ્નની રિસેપ્શન પાર્ટી ચાલી રહી હતી. રિસેપ્શન પાર્ટી બાદ સૌરભ તેના મિત્ર સાથે કારમા સવાર થઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા ચાર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બંનેને ઈજા થઈ હતી. બંનેને સારવાર માટે પટનાના નસગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે જેડીયુ નેતા સૌરભ કુમારને મૃત જાહેર કર્યા હતા. ફાયરિંગમાં સૌરભ કુમારના મિત્ર મુનમુન કુમારને બે ગોળી વાગી હતી. મુનમુન કુમારની હાલત હજુ પણ નાજુક છે. મુનમુન કુમારને પટનાના કાંકરબાગ સ્થિત ખાનગી નસગ હોમમાં સારવાર માટે દાખલ છે.

સિટી એસપી ઈસ્ટ ઈન્ડિયા સોનીએ જણાવ્યું કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જ્યારે તેને ઘટનાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે અત્યારે કંઈપણ કહેવાનો ઈક્ધાર કર્યો છે. તેમણે કહ્યું કે પોલીસ ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.