પંચમહાલમાં ઠંડા પવન સાથે કમોસમી વરસાદ

વહેલી સવારે બદલાયેલા વાતાવરણને પગલે પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા બે દિવસથી અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. તો ખેતરોમાં મકાઈનો પાક ખુલ્લો પડેલો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

વહેલી સવારે અચાનક વાતાવરણ બદલાતા જિલ્લાના હાલોલ, કાલોલ ઘોઘંબા તેમજ જાંબુઘોડા તાલુકાના કેટલાક વિસ્તારો માં કમોસમી વરસાદ પડતાં અસહ્ય ગરમી અને ઉકળાટ સામે લોકોને રાહત થઈ હતી. સવારે વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને કમોસમી વરસાદ થતાં જ ઠંડો પવાન ફૂંકાયો હતો. રોડ રસ્તાઓ ઉપર મોટરસાયકલો લઈ પસાર થતા રાહદારીઓ વૃક્ષ નીચે ઉભા રહી ગયા હતા.

ફતેપુરા ખાતે ડોક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલમાં ચાલુ સારવારે 26 વર્ષીય સગર્ભા મહિલાનું મોત

જિલ્લાના મુખ્યત્વે પાક એવા મકાઈ કાઢવાનું કામ કરી રહેલા ખેડૂતો આ કમોસમી વરસાદથી આફતમાં મુકાયા હતા. ખેતરોમાં ખુલ્લો પડેલો મકાઈનો પાક અવેરવા અને ઢાંકવા માટે દોડાદોડી કરવી પડી હતી.