ગોધરા શહેરા ભાગોળ એપીએમસીની ખુલ્લી જગ્યામાં અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળ્યો

ગોધરા, ગોધરા શહેરા ભાગોળ ફાટક પાછળ એપીએમસી માર્કેટની ખુલ્લી જગ્યામાં અજાણ્યા વ્યકિત કોઈ કારણોસર મરણ થયેલ મળી આવતા આ બાબતે બી-ડીવીઝન પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરા ભાગોળ ફાટક પાછળ એપીએમસી માર્કેટની ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા વ્યકિત 45 વર્ષિય આશરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ બી-ડીવીઝન પોલીસને કરતા પોલીસે અજાણ્યા મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ.અર્થે મોકલી આપ્યો હતો. આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી અજાણ્યા મૃતક વ્યકિતના વાલી વારસોની તપાસ હાથ ધરી હતી.