બાલાસિનોર, બાલાસિનોરમાં મઘ્ય ગુજરાત વીજ કંપની લિ.દ્વારા વીજ ગ્રાહકોને વીજ બિલ ભરવા માટે અગવડતા ન પડે તે માગે નગરમાં આગેલ નાગરિક, સહયોગ, વિકાસ સહિતની બેંકોમાં નાણાં સ્વિકારવામાં આવે તેવી સુવિધા ઉભી કરવામાં આવેલ હતી. પરંતુ છેલ્લા ધણા દિવસોથી આ બેંકોમાં વીજ બિલના નાણાં સ્વિકારવામાં નહિ આવતા વીજ ગ્રાહકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બાલાસિનોર નગરના વીજ ગ્રાહકોને બેંકોમાં વીજ બિલના નાણાં ન સ્વિકારાતા ના છુટકે અમદાવાદી ઢાળ ઉપર આવેલ કચેરીએ જઈને નાણાં ભરવાનો વારો આવ્યો હતો. વીજ કચેરી ગામથી દુર હોવાના કારણે વીજ ગ્રાહકોને સમય અને નાણાં વ્યર્થ કરી વીજ બિલ ભરવાની ફરજ પડી હતી. ત્યારે નગરની ખાનગી બેંકોમાં વીજ બિલના નાણાં સ્વિકારવામાં આવે તેવી ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે.