દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 દરમ્યાન ચૂંટણી ખર્ચના હિસાબો મર્યાદામાં જ થાય તે કાયદાકીય જોગવાઈ અનુસાર અત્યંત જરૂરી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની સૂચનાઓ મુજબ ચૂંટણી અધિકારીઓએ પ્રત્યેક ઉમેદવારના ખર્ચ સંદર્ભમાં ચકાસણી કરવાની રહે છે. જે અંતર્ગત કલેકટર કચેરી ખાતે ખર્ચ ઓબ્ઝર્વર શ્રેયસ કે.એમ. ની અધ્યક્ષતા હેઠળ તેમજ જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં ઉમેદવારના ખર્ચ સંદર્ભમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બેન્ક ડિટેઇલ તેમજ ખર્ચ બાબતે કરેલ નોંધણી અંગેની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી.
જે દરમ્યાન લોકસભા મતદાર વિભાગમાં ઉમેદવારી નોંધાયેલા હોય તો તેઓ જાતે અથવા ચૂંટણી એજન્ટ મારફત ચૂંટણી ખર્ચના દરરોજના હિસાબની ચકાસણી માટે ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં ઉક્ત બેઠકમાં ખર્ચ નિરીક્ષક દ્વારા ખર્ચના હિસાબોના ચૂંટણી ખર્ચ માટેના સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન એક્સપેન્ડિચર મોનીટરીંગ સેલના નોડલ અધિકારી કે.એમ. કાપડિયા, જીલ્લા તિજોરી અધિકારી ચૌધરી, મદદનીશ ખર્ચ નિરીક્ષકઓ, એકાઉન્ટિંગ ટીમ, એક્સપેન્ડિંચર મોનિટરીંગ સેલના સભ્યો, વી.વી.ટી.ટીમના સભ્યો સંબંધિત અન્ય અધિકારીઓ, ઉમેદવારો અને ઉમેદવારોના એજન્ટ ઉપસ્થિત રહ્યા હતા.