ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરની મિટિંગ યોજી

  • સોશિયલ મીડિયા ના માધ્યમથી મતદાન જાગૃતિ કરવા અપીલ કરવામાં આવી
  • કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે એ મુખ્ય હેતુ.

દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 ને ધ્યાને રાખી વહીવટી તંત્ર અનેકવિધ પ્રવૃતિઓ કરીને મતદાન કરવા માટે લોક જાગૃતિ માટેના સંદેશ આપી રહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયા પણ એને લઈને કેટલું સતર્ક છે અને એની કામગીરી સાથે સોશ્યલ મીડિયા દ્વારા સમાજ પર પડતા પ્રભાવની સમીક્ષા કરવા માટે પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી એ.કે. ભાટિયાની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયાકર્મીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી એ કે ભાટિયાએ સોશ્યલ મીડિયાકર્મીઓને સંબોધતાં કહ્યું હતું કે, સોશ્યલ મીડિયા એ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટુ પ્લેટફોર્મ છે. જેનો સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતો હોય છે. જેથી આવનાર ચૂંટણીને લઇને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશ્યલ મીડિયા એ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરવી જોઈએ. સોશ્યલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે. તે જોતાં ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે અને જીલ્લાના કોઈપણ મતદાર મત આપવાથી વંચિત રહે નહીં તે માટે મતદાન જાગૃતિ માટે સોશ્યલ મીડિયાથી સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભ આશયથી તમામ સોશિયલ મીડિયાએ સમાજ પર પડેલા પોતાના પ્રભાવનો સદુપયોગ કરી સૌ મતદારો સો ટકા મતદાન કરે તેવા ક્ધટેન્ટ રજૂ કરવા જરૂરી છે.

તેમણે દિવ્યાંગજનો, મહિલાઓ, વયોવૃદ્ધ મતદારો તેમજ પહેલી વાર મત આપનાર મતદારોને કેન્દ્રમાં રાખીને તેમજ સોસાયટીને હાઈ લાઈટ કરીને મતદાન માટેના તેમના પોતાના અભિપ્રાય લઇ મતદાન અંગેની મહત્વતા જણાવી તેઓને મત આપવા પ્રેરિત થાય તેવા ક્ધટેન્ટ રેડી કરી અપલોડ કરવા જણાવ્યું હતું.

આ બેઠક દરમ્યાન નાયબ મામલતદાર ડી એસ બારીયા તેમજ સોશ્યલ મીડિયા ઓપરેટ કરતા સોશ્યલ મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.