
મલેકપુર, તા. 25/04/2024ના રોજ કડાણા તાલુકાના રેલવા ગામે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જુદા જુદા ગામના મહિલા પંચાયત સભ્યો, મહિલા આગેવાનો, CRP, અને FES ના કાર્યકરો સહભાગી થયા હતા. ગ્રામ પંચાયતના મહિલા સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી. જેમાં નયનાબેન (ગરાડીયા પંચાયત સભ્ય) દ્વારા મહિલાની બેવડી ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી તથા મહિલાઓ પંચાયતમાં પ્રશ્ર્નોની રજૂઆત જ ના કરે પરંતુ, પંચાયતમાં બોડીમાં સહભાગી થઈ ગામના પ્રશ્ર્નોના નિરાકરણ અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી. નયનાબેન દ્વારા પોતાની પંચાયતના અનુભવો અને પોતાના કાર્યકાળમાં થયેલા કામો અને પ્રક્રિયા અંગે ચર્ચા કરી.
મનાભાઈ ડામોર દ્વારા PESA એકટ દ્વારા ચર્ચા કરવામાં આવી. પંચાયતના સભ્યોની જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં વોર્ડના પ્રશ્ર્નો, વંચિત કુટુંબોને લાભ અપાવવો, વોર્ડના પ્રશ્ર્નોને ગ્રામ સભામાં રજૂ કરવા અને પ્રશ્ર્નોને ઠરાવમાં લેવામાં આવે, પંચાયતનાં સભ્યોની જવાબદારી, ફરજ અને ભૂમિકા, ગ્રામસભાનું આયોજન, GPDP અંગે ચર્ચા કરવામાં આવી.
રામભાઈ (ગામ આગેવાન- રેલવા) દ્વારા મહિલા સંગઠન દ્વારા કેવી રીતે રજૂઆત કરવી, સરકારી યોજનાની માહિતી કેવી રીતે મેળવવી અને લોકો સુધી પહોંચાડવી, બહેનોએ ઘરની બહાર નીકળીને પોતે સક્ષમ બનવું જોઈએ પોતાની સત્તાનો ઉપયોગ કરી લોકોને મદદરૂપ થવું, દરેક વોર્ડ મિટિંગમાં જવું અને પોતાના વોર્ડના પ્રશ્ર્નોની રજૂઆત કરવી, SHGમાં જૂથ બનાવીને સરકારની સહાયનો લાભ લેવો