આઇસક્રીમ લેવા જેવી નજીવી બાબત અમદાવાદના નવરંગપુરામાં હત્યા

અમદાવાદ, અમદાવાદના નવરંગપુરામાં હત્યાનો બનાવ બન્યો છે. શીતલ આઇસક્રીમ પાસે હત્યાનો બનાવ બન્યો છે. હત્યા પાછી કોઈ વ્યક્તિગત અદાવતમાં કરવામાં આવી નથી, પણ આઇસક્રીમ લેવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. જીતેન્દ્ર દંતાણી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યાના પગલે સગીરની ધરપકડ કરી છે અને કેસની તપાસ આદરી છે.

નવરંગપુરા જેવા ક્રીમ એરિયામાં સરેઆમ જાહેરમાં આ રીતે હત્યાનો બનાવ બનતા કેટલીય દુકાનોના શટર પડી ગયા હતા. ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોમાં નાસભાગ બચી ગઈ હતી અને ડરનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આરોપીને રિમાન્ડ હોમમાં મોકલી આપશે તેમ મનાય છે. આરોપી સગીરે ફક્ત ક્ષણિક આવેશમાં આવીને હત્યા કરી હોવાનું મનાય છે.