રુપાલાનો વિરોધ વધતા ભાજપની વધી ચિંતા, ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ આંદોલન કર્યુ

અમદાવાદ, પરશોત્તમ રૂપાલાના વિવાદ મામલે ક્ષત્રિયો જરા પણ નમતુ ઝોખવાના મૂડમાં નથી.આજથી ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-૨નો પ્રારંભ થયો છે. ભાજપ વિરોધ મતદાન માટે ક્ષત્રિયોએ ધર્મરથનો સહારો લીધો છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં તો ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપે પોતાનુ લોક્સભાનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવ્યો છે. અરવલ્લીના માલપુરમાં, ભાવનગરના પાલિતાણામાં અને આણંદના ગામોમાં ભાજપ ઉમેદવારોએ અને નેતાઓએ ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના દિગ્ગજ ક્ષત્રિય નેતાઓમાંના એક અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે મયસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે. બીજી તરફ ભાજપે પણ ક્ષત્રિયોના આક્રોશને શાંત કરવા પ્રયાસો તેજ કરી દીધા છે. હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

ગુજરાતમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. ત્યારે રાજકોટ લોક્સભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી નોંધાવાતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું છે. લોક્સભા ચૂંટણી માટે બનાવામાં આવેલ કાર્યાલય ખાલી કરવામાં આવ્યુ છે.ક્ષત્રિય સમાજના યુવકોએ અલ્ટીમેટમ આપ્યું હતુ. ક્ષત્રિય સમાજની જગ્યામાં કાર્યાલય ખોલ્યું હતુ. વિરોધની વાત વચ્ચે કાર્યાલય અન્ય સ્થળે લઈ જવાયુ છે.

બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરાયો . સતત ૩ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦ થી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવુ સમાજના આગેવાનોનું કહેવુ છે.