ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી પહોંચે તેવી શક્યતા

અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગરમીની સંભાવના છે. રાજ્યમાં ૩ દિવસ બાદ ફરી ગરમીનું જોર વધવાની સંભાવના છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ૪૧થી ૪૨ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યારે ઉત્તર પશ્ર્ચિમની દિશામાં પવન ફૂંકાવાના પગલે ગરમીમાં વધારો જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, ભરુચ, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, બનાસકાંઠા, જુનાગઢ, મોરબી, મહેસાણા,પાટણ, રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ૩૯ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. પોરબંદરમાં ૩૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ,દાહોદ, ગાંધીનગર, જામનગર, કચ્છ,મહેસાણા, પંચમહાલ, પાટણ, પોરબંદર, તાપી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ૨૫ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓમાં ૨૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે.