દે.બારીયાની સીટ ઉ5ર આખરે બચુભાઇ ખાબડ બાજી મારી ગયા તેઓ નકકી જ હતા


દે.બારીયા,
14મી નવેમ્બરને માંડ ચાર દિવસ બાકી છે. ત્યારે ભાજપે 182 માંથી 160 ઉમેદવારોની ધોષણા કરી દીધી છેે. તેમાં અને પ્રથમ તબકકાની યાદી ધોષણા કરી દીધી છે. તેમાં દે.બારીયાની સીકયોર સીટમાં ગણના થાય છે. તેના ધરખમ ઉમેદવાર બચુભાઈ ખાબડનું નામ જાહેર થતાંની સાથે તમામ કાર્યકરોમાં ખુશીની લાગણી સાથે હાશકારો અનુભવાયો છે. આમ, તો દે.બારીયા વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર બે ટર્મથી ચુંટાય છે. હવે તેઓ ત્રીજીવાર બાજી મારી જાય તો નવાઈ નહિ તેઓ જમીન સાથે જોડાયેલા ઉમેદવાર છે.

મળતા સુત્રો મુજબ છેલ્લા પંદર દિવસ થી ધણી ચર્ચાઓએ વેગ મળ્યો હતો કે, આ વખતે બચુભાઈ ખાબડને ભાજપ માંથી ઉમેદવારી નહિ મળે અમુક તત્વોના દ્વારા વિડીયો વાયરલ પણ કરાયો હતો. તેમની શાખને ધુંધળી કરવાનો પ્રયાસ હતો. આખરે બચુભાઈ તેમની આગવી કાર્યશૈલીએથી દરેક નાના માણસના માટે સહાનુભુતી નિભાવી છે. “રામ રાખે તેને કોણ ચાખે ” આ ઉખાણું અહીંંયા સાર્થક થયું છે. દે.બારીયા ભાજપના સંગઠનોમાં બચુભાઈનું પત્તુ કપાય તેવી રાહ જોવાતી હતી. તેઓ આમા સફળ થયા નથી. 69 ધારાસભ્યો રીપીટ થયા ે. 160ની ધોષણા માંથી 38 નવા ચહેરા ભાજપે અજમાવ્યા છે. પાંચ ઉમેદવારોની ધોષણા હજુ બાકી છે. પહેલા તબકકા માંથી શું ? આ બેઠકોની ઉમેદવારીમાં અંતરકુલેહ તો નથી ને. મંત્રીઓ રીપીટર કુબેરભાઈ ડીંડોર તથા નિમિષાબેન સુથાર છે. નવા ધોષિત મહિલા ઉમેદવારોમાંં રીવાબા જાડેજા 160 માંથી 13 એસ.સી., 24 એસ.ટી. સાથે ડોકટર્સ સાથે પી.એચ.ડી. પણ થયેલ ઉમેદવાર સામેલ છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ એલીસબ્રીજની સીટ ઉપર થી ટીકીપ આપવામાં આવી છે. જ્યારે આ લખાય છે. ત્યારે મળતા આધારભુત સૂત્રો મુજબ ભાવનગરની મહુવા બેઠક માંથી શીવાજી ગોહિલનું પત્તું કપાતા 300 થી વધુ ભાજપના કાર્યકરો પોતાના સભ્યપદે થી રાજીનામા ધરી દીધા છે. ડબલ એન્જીનની સરકાર કેટલી બુલેટ ટે્રનની સ્પીડે દોડશે ? કે પછી એન્ટી ઈન્કમટેકસનો ગ્રહણ નડતરરૂપ થશે. તે તો આવનારો સમય બતાવશે. જેમાં કોના તરફી ઉંટ બેસે છે. આ વખતે ભાજપ કોંગે્રસની સામે એક મોકો કેજરીવાલના સૂત્રને અપનાવશે તો ત્રિ-કોણીયો જંગ બની જવા પામશે. તો નવાઈ નહિ. ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં કેજરીવાલ એન્ડ કંપનીએ પણ એડી ચોટીનો જોર લગાવ્યો છે. તેમાં બેમત નથી.