ગોધરા,
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઈને પંચમહાલ જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજરોજ ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર આર.સી.ચેતન (IRS) અને અનુજ ગર્ગ (IRS) તથા પંચમહાલ જિલ્લામાં નિમણૂંક પામેલ AEO/FST/SST ટીમની સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરૂં પાડીને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ પંચમહાલ જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓની કામગીરી અંગે ઉપસ્થિતોને પ્રેઝન્ટેશનના રૂપે માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 અનુસંધાને ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા અંગે વિવિધ જોગવાઈઓ કરેલ છે.
આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિત જિલ્લામાં નિમણુંક પામેલ વિવિધ નોડલ અધિકારીઓ અને AEO/FST/SST ટીમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.