દાહોદ એલ.સી.બી.પોલીસે રાજકોટ પોલીસ મથકના વોન્ટેડ અને વડોદરા છાણી પોલીસ મથકના બે વોન્ટેડ ઈસમોને ઝડપ્યા

દાહોદ,રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જી.સી.ટી.ઓ.સી. એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તેમજ વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મળી કુલ બે આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે તેઓના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી દિલના સળિયા પાછળ થકી લીધાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીની પ્રવૃત્તિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સૂચના તેમ જ માર્ગદર્શન હેઠળ હાલ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ ભાદમીના આધારે રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જી.સી.ટી.ઓ.સી. એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સુભાષભાઈ નવરીયાભાઈ ભાભોર (રહે. છરછોડા, ખરાડ ફળિયુ તા. ગરબાડા, જી. દાહોદ)ને તેમજ વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભીમાભાઇ સમસુભાઈ મોહનિયા રહે. ઉંડાર, તા. ધાનપુર, જી. દાહોદ) નવો ને પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેઓના આશ્રય સ્થાનેથી ઝડપી પાડ્યા હતા. દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.