ફતેપુરાના જવેસી ગામે ધાબા ઉપરથી અચાનક પડી જતાં 30 વર્ષીય યુવાન પડી જતાં મોત

દાહોદ,દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના જવેસી ગામે મોડી રાતે વાદળછાયું વાતાવરણ થવાને કારણે મકાનના પાળા ફિટ વગરના ધાબા પર સૂકવેલા ઘઉં પર તાડપત્રી નાખવા ધાબે ચડેલા 30 વર્ષીય યુવકનો પગ અચાનક લપસી જતા ધાબા પરથી નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

જવેસી ગામના 30 વર્ષીય રાકેશભાઈ વીરસિંગભાઈ ભેદી અને તેની પત્ની પરમદિવસ તારીખ 22મી એપ્રિલના રોજ રાત્રિના સમયે જમી પરવારી પોતાના ઘરના આંગણામાં ખાટલા ઢાળી સુતા હતા. મોડી રાતે વાદળછાયુ વાતાવરણ થતા પોતાના ઘરના પાળાફિટ વગરના ધાબા પર સૂકવેલા ઘઉં ઉપર તાડપત્રી ઢાંકવા માટે રાકેશભાઈ ભેદી પોતાના ઘરના પાળા ફિટ વગરના ધાબા પર ગયા હતા અને ઘઉં પર તાડપત્રી ઢાંકી રહ્યા હતા. તે દરમિયાન અચાનકતેઓનો પગ લપસી જતા તેઓ ધાબા પરથી ઉંધા માથે નીચે પટાકાતા તેઓને માથામાં પાછળના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેઓને સારવાર માટે તાબડતોબ નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર રાકેશભાઈ ભેદીના નાના ભાઈ મુકેશભાઈ વીરસિંગભાઈ ભેદીએ સુખસર પોલીસ સ્ટેશન મથકે જાણ કરતા આ સંદર્ભે પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.