- મંદિરોમાં ભજન-કીર્તન ,સુંદરકાંડ ,હવન-પુજા, મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામોનુ આયોજન કરાયું.
- નગરનું સૌથી પૌરાણિક મનવાંછિત મનોકામના પૂર્ણ કરનાર વણકતળાઈ હનુમાનજી મંદિરે ભાવિક ભક્તોનો ઘસારો.
- આશરે બાર હજારથી વધુ દર્શનાર્થીઓએ વણકતલાઇ હનુમાનજી મંદિરે દર્શનનો લ્હાવો લીધો.
ઝાલોદ, તારીખ 23-04-2023 ચૈત્ર સુદી પૂનમ મંગળવારના રોજ પૃથ્વી પરના અજર અમર અને સાક્ષાત દેવતા એવા હનુમાનજી ભગવાનનો જન્મોત્સવ વણકતલાઇ હનુમાનજી મંદિરે ધાર્મિક વાતાવરણ વચ્ચે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. હિન્દુ દેવતા તેમજ રામ ભગવાનના પરમ ભક્ત એવા હનુમાનજી ભગવાનના દર્શન કરવા સવારથી જ વણકતલાઈ હનુમાનજી મંદિરે ભાવિક ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડયું હતું. હનુમાન જન્મોત્સવ નિમિતે પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે વણકતલાઈ હનુમાનજી મંદિરે ભગવાનને ભોગ ધરાવવા ભક્તો ઉમટી પડ્યા હતા.
બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા એવા અંજની અને કેસરીના પુત્ર ભાગવાન હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે નગરના દરેક મંદિરોમા વિવિધ ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા આ દરેક પ્રોગ્રામને સનાતન હિન્દુ સમાજના દરેક લોકોએ ભેગા મળી સફળ બનાવ્યું હતું. હનુમાનજી ભગવાન પોતાની ભક્તિથી શ્રી રામને સમર્પિત થઈ ભક્તિના રંગે રંગાયેલ દેવતા છે, એટલે ગ્રંથોમાં કહેવામાં આવેલ છે કે હનુમાનજીને જે ભક્ત સમર્પિત થઈ ભાવ ભક્તિ થી પૂજે છે. તેની પૂજા પ્રભુ રામ તુરંત સ્વીકાર કરે છે અને તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. હનુમાનજી ભાગવાન શંકર ભગવાનના અંશ તરીકે ઓળખાય છે તેમજ હનુમાનજી ભગવાનનો જન્મ ત્રેતાયુગમા ભાગવાન શ્રી રામની મદદ કરવા માટે થયેલ હતો. ભગવાન હનુમાનજી ભક્તિ કરવાથી તેઓ તુરંત પ્રભાવિત થાય છે અને તુરંત ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર દેવતા છે.
નગરનું સૌથી પૌરાણિક એવું વણકતલાઈ હનુમાનજી મંદિર વર્ષો થી ભક્તોની આસ્થા અને ભક્તિ સાથે સંકળાયેલુ છે. વણકતલાઈ મંદિર પહેલા ખૂબ નાનું હતું. જેમ જેમ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી ગઈ તેમ તેમ ભક્તોનો વિશ્ર્વાસ આ મંદિર પર વધુ મજબૂત બનતો ગયો. આજે નગરજનો અને ભાવિક ભક્તોના સહયોગથી વણકતલાઇ હનુમાનજી મંદિર વિશાળ અને ભવ્ય બની ગયેલ છે. વણકતલાઇ મંદિરે ભક્તોની મનોકામનાઓ પૂરી થતા પોતાની શ્રદ્ધા મુજબ ભક્તો સવામણી કરતા હોય છે. વણકતલાઈ મંદિર પર આસરે 42 વર્ષ પૂર્વે થી હનુમાન જન્મોત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહેલ છે.