જનરલ ઓબ્ઝર્વર અને જીલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ઈવીએમ મશીનનું સેકન્ડ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું

  • હરીફ ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની ઉપસ્થિતિમાં સેકન્ડ ઈવીએમ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી -2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ખેડા જીલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે. ત્યારે સમગ્ર ખેડા જીલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે 17- ખેડા લોકસભા માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝા અને જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સેક્ધડ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશન કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હરીફ ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની ઉપસ્થિતિમાં સેક્ધડ ઈવીએમ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી તથા ખેડા લોકસભા મતવિસ્તારની દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, અને કપડવંજ બેઠકો પર બે વાર ઈવીએમ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને ફાઈનલાઈઝ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝાએ ક્રિટીકલ મતદાન બુથ પર માઈક્રોઓબ્ઝર્વરની નિમણુક દ્વારા સમગ્ર મતદાન બુથ મેનેજમેન્ટની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા સુચન કર્યુ હતુ.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, ઈવીએમ નોડલ મનીષા બ્રહ્મભટ્ટ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, હરીફ ઉમેદવારો અને ચૂંટણી એજન્ટો, મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત ચૂંટણીશાખાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.