ગોધરા,ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણએ રાજીનામું આપ્યું. દુષ્યંત ચૌહાણ અને શહેરા તાલુકા કોંગ્રેસના વિવિધ હોદ્દા ધરાવતા 30 થી વધુ પદાધિકારીઓ ના સમર્થન સાથે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું.
કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ નારાજ હતા. દુષ્યંત ચૌહાણ નારાજગી બાદ પ્રદેશ પ્રભારીની હાજરીમાં સમાધાન પણ થયું હતું.