ગોધરા બામરોલી રોડ પાશ્વનાથ નગરમાં 40 વર્ષિય શિક્ષક ધરેથી બેંક જવાનુ કહી કયાંક ચાલ્યા જતાં ફરિયાદ

ગોધરા,ગોધરા બામરોલી રોડ પાશ્વનાથ નગરમાં રહેતા અને સીમલીયાની મુવાડી પશ્ર્ચિમ પ્રા.શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તે 22 એપ્રિલના રોજ બેંકનુ કામ પતાવીને આવવાનુ કહી નીકળી કયાંક ગુમ થયેલ હોવા બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા બામરોલી રોડ પાશ્વનાથ નગરમાં રહેતા પ્રદિપભાઈ દુધાભાઈ વણકર જે સીમલીયા મુવાડી પશ્ર્ચિમ પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તે 22 એપ્રિલના રોજ પોતાના ધરેથી બેંકનુ કામ પતાવીને આવવાનુ કહી નીકળ્યા બાદ કયાંક ચાલી જઈ ગુમ થયાની ફરિયાદ ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.