અમિત શાહ બોડી ચેકઅપ માટે એઈમ્સમાં દાખલ થયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદ સત્રના પ્રારંભ અગાઉ દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં (એઈમ્સ)માં દખાલ થયા છે. કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ શાહ દિલ્હીની એઈમ્સમાં બીજી વખત દાખલ થયા છે. શનિવારે રાત્રે અમિત શાહે એઈમ્સમાં દાખલ થયા હતા. ગૃહ મંત્રીના સ્વાસ્થ્ય અંગે એઈમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમિત શાહ મેડિકલ ચેકઅપ માટે એઈમ્સમાં એડમિટ થયા છે. આગામી શિયાળુ સત્રને પગલે તેમની તબિયતનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવશે. તેઓ એક-બે દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે.

31 ઓગસ્ટના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હી એઈમ્સમાં ડિસ્ચાર્જ કરાયા હતા. તેઓ કોરોના સામેનો જંગ જીતતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સંક્રમિત થયા બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં સૌપ્રથમ લઈ જવાયા હતા અને ત્યારબાદ એઈમ્સમાં મેડિકલ ચેકઅપ માટે દાખલ કરાયા હતા.

શનિવારે રાત્રે અમિત શાહને બીજી વખત એઈમ્સમાં દાખલ કરાયા હોવાના અહેવાલથી તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમના સ્વાસ્થ્યને લઈને પૃચ્છા કરી રહ્યા છે. ફર્ટિલાઈઝર મંત્રી રામવિલાસ પાસવાન, ગિરિરાજ સિંહ સહિતના અન્ય નેતાઓએ તેમને જલ્દી સ્વસ્થ થવા માટે શુભેચ્છા આપી હતી.

કેન્દ્ર મંત્રી રામવિલાસ પાવસાને જણાવ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહની તબિયત ખરાબ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. ઈશ્વાસને પ્રાર્થના કરું કે તમે જલ્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાઓ.