જાયસવાલ ૨૩ વર્ષની ઉંમર પુરી થાય તે પહેલાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો

મુંબઇ, યશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી રાજસ્થાન રોયલ્સને મુંબઇ ઇન્ડીયન્સ વિરૂદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી.આઇપીએલ ૨૦૨૪ ની ૩૮મી મેચમાં રાજસ્થાનની ટીમે ૯ વિકેટથી મેચને પોતાના નામ કરી દીધી. તેના માટે યશસ્વી જાયસવાલે ૬૦ બોલમાં અણનમ ૧૦૪ રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં ૯ ચોગ્ગા અને ૭ સિક્સર ફટકારી. ૨૮ બોલમાં ૩૮ રન બનાવીને નોટઆઉટ રહ્યા. જોસ બટલરે ૨૫ બોલમાં ૩૫ રન બનાવ્યા.

યશસ્વી જાયસવાલે આ મેચમાં સદી ફટકારી આઇપીએલમાં ઇતિહાસ રચી દીધો. તે ૨૩ વર્ષની ઉંમર પુરી થાય તે પહેલાં ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયા. યશસ્વી જાયસવાલે ગત વર્ષે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ વિરૂદ્ધ ૧૨૪ રન બનાવ્યા હતા. ત્યારે તેમની ઉંમર ૨૧ વર્ષ ૧૨૩ દિવસ હતી. જ્યારે જયપુરમાં અણનમ ૧૦૪ રન બનાવ્યા. તેમણે આઇપીએલમાં પોતાની બીજી સદી ૨૨ વર્ષ ૧૧૬ દિવસની ઉંમરમાં લગાવ્યા.

યશસ્વીએ મુંબઈ સામે બીજી સદી ફટકારી હતી. એક ટીમ સામે બે સદી ફટકારનાર તે પાંચમો બેટ્સમેન છે. આ મામલે કેએલ રાહુલ પ્રથમ સ્થાને છે. તેણે મુંબઈ સામે ૩ સદી ફટકારી છે. ક્રિસ ગેલે પંજાબ કિંગ્સ સામે ૨ સદી, વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સ વિરુદ્ધ ૨ સદી, ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ૨ સદી ફટકારી છે. જોસ બટલરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૨-૨ સદી ફટકારી છે. હવે આ યાદીમાં યશસ્વી પણ જોડાઈ ગયા છે.

રાજસ્થાનની ટીમ આઇપીએલ ઇતિહાસમાં શરૂઆતી આઠ મેચોમાંથી સાત જીતનાર પાંચમી ટીમ બની ગઇ. સૌથી પહેલાં મુંબઇ ઇન્ડીયન્સે ૨૦૧૦ માં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. પંજાબ કિંગ્સે ૨૦૧૪માં ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦૧૯માં અને ગુજરાત ટાઇટન્સે ૨૦૨૨માં આ કર્યું હતું. જેમાંથી તે સિઝનમાં માત્ર ગુજરાતની ટીમ જ ચેમ્પિયન બની શકી હતી.

રાજસ્થાને આ સીઝનમાં પોતાના હોમગ્રાઉન્ડના કિલ્લામાં તબદીલ કરી દીધો. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેદિયમમાં તેણે આ સીઝનમાં મેચ રમી છે. આ દરમિયાન તેણે ચાર મેચ જીતી છે. રાજસ્થાનની ટીમ માત્ર એક મેચ હારી હતી. ગયા વર્ષે આ રેકોર્ડ સાવ અલગ હતો. ૨૦૨૩ માં, રાજસ્થાનની ટીમ અહીં જયપુરમાં પાંચમાંથી ચાર મેચ હારી હતી. તે માત્ર એક જ મેચ જીતી શક્યો હતો.