મુંબઇ, દાણચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. વિદેશમાંથી મળતુ સોનુ ઇન્ડિયામાં લાવવા લોકો નિતનવા પેંતરા કરતા ખચકાતા નથી. ત્યારે વધુ એકવાર દાણચોરીની અનોખી તરકીબ સામે આવી છે. મહારાષ્ટ્રના કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે.
મહારાષ્ટ્રમાં કસ્ટમ્સ વિભાગને મોટી સફળતા મળી છે. મુંબઈ કસ્ટમ્સની ટીમે મુંબઈ એરપોર્ટ પર ૪.૪૪ કરોડ રૂપિયાનું સોનું અને ૨.૨ કરોડ રૂપિયાના હીરા જપ્ત કર્યા છે. કસ્ટમ્સે ૧૩ અલગ-અલગ કેસમાં કુલ રૂ. ૬.૪૬ કરોડનો દાણચોરીનો માલ જપ્ત કર્યો છે. આ કેસમાં તસ્કરોએ હીરાને નૂડલ્સના પેકેટમાં છુપાવી દીધા હતા, જ્યારે પેસેન્જરના શરીર પરથી પણ સોનું મળી આવ્યું હતું. આ ઉપરાંત તેના સાથીની બેગમાં તથા તેણે પહેરેલા અન્ડરગાર્મેન્ટ્સમાંથી સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દાણચોરોએ હીરાને નૂડલ્સના પેકેટમાં છુપાવી દીધા હતા, જેથી કોઈને તેના પર શંકા ન થાય, પરંતુ કસ્ટમ્સ તપાસ દરમિયાન તે ઝડપાઈ ગયો. કસ્ટમ્સે કુલ ૪ લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ્સે કોલંબોથી મુંબઈ જતી વિદેશી નાગરિકને રોકી હતી અને તેની તલાશી લેતા તેના આંતરવોમાં છુપાયેલ ૨૪દ્ભ્ સોનાની ઈંટો અને એક કટનો ટુકડો મળી આવ્યો હતો, જેનું કુલ વજન ૩૨૧ ગ્રામ છે.
મળતી માહિતી મુજબ દુબઈ (૦૨), અબુ ધાબી (૦૨), બહેરીન (૦૧), દોહા (૦૧), રિયાધ (૦૧), મસ્ક્ત (૦૧), બેંગકોક (૦૧) અને સિંગાપોર (૦૧)થી ૧૦ લોકો આવી રહ્યા છે. સ્ટોપ એન્ડ સર્ચ દરમિયાન તેઓના શરીર અને બેગની અંદર છુપાવેલું ૬.૧૯૯ કિલો સોનું મળી આવ્યું હતું. જેની કિંમત ૪.૦૪ કરોડ રૂપિયા હતી. આ કેસમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈથી બેંગકોક જઈ રહેલા એક વ્યક્તિને રોકીને તલાશી દરમિયાન હીરા મળી આવ્યા હતા. તેણે ચતુરાઈથી આ હીરાને તેની ટ્રોલી બેગમાં નૂડલ્સના પેકેટમાં છુપાવી દીધા હતા. તેમાંથી ૨.૦૨ કરોડની કિંમતનો ૨૫૪.૭૧ કેરેટનો નેચરલ લૂઝ ડાયમંડ અને ૯૭૭.૯૮ કેરેટ લેબ-ગ્રોન ડાયમંડ રિકવર કરવામા આવ્યાં હતાં