
લખનૌ, ઉત્તર પ્રદેશમાં માફિયા મુખ્તાર અંસારીનું તાજેતરમાં બાંદા જેલમાં મૃત્યુ થયું હતું. તેના ભાઈ અને પુત્રએ ઝેરથી મારી નાંખવાનો આરોપ મૂક્યો હતો. બાદમાં આરોપોને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે તપાસ શરૂ કરાવી હતી, જેના માટે મેજિસ્ટ્રેટ અને ન્યાયિક ટીમની પણ રચના કરાઈ હતી. આ ઉપરાંત વિસરા ટેસ્ટનો રિપોર્ટ પણ લેબમાં મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મુખ્તાર અંસારીના વિસરા ટેસ્ટ રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃત્યુ ઝેરના કારણે થયું હોવાનું ઉલ્લેખિત કરાયું નથી. માફિયા મુખ્તાર અંસારીનું ૨૮ માર્ચે બિમારી બાદ મૃત્યુ થયું હતું, તે વખતે અંસારી બાંદા જેલમાં હતો. આ પછી માફિયા પરિવારવતી સાંસદ ભાઈ અફઝલ અન્સારીએ આરોપ લગાવ્યો હતો કે તેમની હત્યા ઝેર આપીને કરવામાં આવી હતી, ત્યારબાદ મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ ટીમની રચના કરવામાં આવી હતી.જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ડૉક્ટર અથવા ડૉક્ટરોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે, ત્યારે વિસરાની તપાસ કેમિકલ એક્ઝામિનર દ્વારા કરવામાં આવે છે આમાં ઘણા પ્રકારના કેમિકલ ટેસ્ટ કરવામાં આવે છે જેમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. વ્યક્તિનું મૃત્યુ કોઈ કારણસર થયું છે કે કેમ તે ઝેરી પદાર્થના કારણે થયું છે કે નહીં.