ઝાલોદના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની પૂરેપૂરી શક્યતા પરંતુ ધારાસભ્ય ની ચૂંટણી નહીં લડે. દાહોદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીના કેસરિયા ધારણ કરી રહ્યા છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભાવેશ કટારાની ટિકિટના મળતા તો રાતે રાત કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જતા રહ્યા હતા અને 15 થી 20 હજારની લીડ થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ ભુરીયાને હાર અપાવી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા પંચાયત નગર પાલિકા અને તાલુકા પંચાયતની તે વિધાનસભાની તમામ સીટો પર કોંગ્રેસનો વિજય મેળવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી તેઓની ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તેવી ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસમાં તેઓને ટિકિટ આપવાની વાત કરી તો તેઓ સ્પષ્ટ કોંગ્રેસના જગદીશ ઠાકોરને ના પાડી દીધી હતી. તેઓ જગદીશ ઠાકોરને જણાવ્યું હતું કે, ઝાલોદ નજીક પંચમુખી મહામંડલેશ્ર્વર મંદિરનું કામ ચાલે છે. જ્યાં સુધી તેની પ્રાણ પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી હું ધારાસભ્યની ચૂંટણી લડીશ નહી અને લોકસેવા કરતો રહીશ જેથી ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા મિતેશભાઈ ગરાસીયાને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ ઝાલોદનો મુદ્દો પેન્ડિંગ થયા હોવાની અંગત સૂત્રમાં જાણકારી મળી છે. ભારતીય જનતા પાર્ટીમાં બાબુ કટારા પૂર્વ સાંસદ તથા ભાવેશ કટારા કોંગ્રેસ ધારાસભ્ય તેમના સમર્થકો સાથે જોડાવાની પૂરેપૂરી ખાતરી અંગત સૂત્રો માંથી મળતી માહિતી મુજબ નકારી શકાય તેમ નથી, પરંતુ કોઈ પણ શરત વિના ભારતીય જનતા પાર્ટી માંથી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે તેવું તેઓ તેઓની અંગત સૂત્રમાંથી માહિતી મળેલ છે. એક તરફ મોટા દિગ્ગજ નેતાઓ પોતાના પુત્ર પોતાના સગા વહાલાને ટિકિટ આપવા માટે ચૂંટણી મેદાનને લડાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરે છે, પરંતુ આ કોંગ્રેસ માંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના માત્ર કાર્યકર્તા તરીકે રહેવાની તૈયારી સાથે ચૂંટણીના લડવાની ફરતે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ધારણ કરવાની પૂરેપૂરી શક્યતાઓ છે.