ગાંધીનગર,: ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની હાજરીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંકલ્પ પત્રની ગુજરાતીની આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું છે. પ્રચાર-પ્રસાર માટે ગીતો અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રૂપાલે ફરીથી ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પક્ષ સાથે જોડાવવા અપીલ કરી છે. ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-ટુ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જાહેરમંચ પરથી પરસોત્તમ રુપાલા ક્ષત્રિય સમાજને ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા છે. આ સાથે પરસોત્તમ રૂપાલાએ સભામાં સંબોધન કરતી વખતે જય ભવાની અને જય શિવાજીના નારા લગાવ્યા હતા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને માફી માગી લીધી છે. જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખે માફી માંગતો વીડિયો રિલિઝ કર્યો છે. જેમાં તેમણે પોતાના નિવેદનથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માગી છે. ખંભાત વિધાનસભા વિસ્તારમાં ભાજપના લોક્સભાના ઉમેદવાર અને વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરાઇ છે. મિતેશ પટેલ અને ચિરાગ પટેલે ધામક મંદિરોમાં પ્રચાર કર્યાની ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી હતી.