માલે, માલદીવમાં સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મળેલી જંગી બહુમતની આડઅસર શરૂ થઈ ગઈ છે. ૯૩ બેઠકોમાંથી મુઈઝુની પાર્ટીને ૬૮ બેઠકો મળી છે. હવે મુઈઝુએ ચીનના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમનું પ્રથમ કાર્ય બંધારણ બદલવાનું છે.હાલમાં રાષ્ટ્રપતિની સત્તા પર સંસદનું નિયંત્રણ છે. મુઇઝુ રાષ્ટ્રપતિના આદેશને મંજૂર કરવા માટે સંસદમાં ત્રણ-ચતુર્થાંશને બદલે સરળ બહુમતી માટેની જોગવાઈ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઈઝુ ૧૮૮ વસ્તીવાળા ટાપુઓમાંથી ૩૦ નવા ટાપુઓમાં ચીની કંપનીઓને બાંધકામના કોન્ટ્રાક્ટ આપશે. અહીં ચીનની કંપનીઓ પ્રથમ તબક્કામાં એક હજાર લેટ બનાવશે. આ ૩૦ નવા ટાપુઓ સમુદ્ર પર પુલ બનાવીને બનાવવામાં આવ્યા છે. તેને જમીન સુધારણા કહેવામાં આવે છે.
ભારત પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ નવા ટાપુઓ પર બાંધકામના સખત વિરોધમાં હતા. તેમણે ચેતવણી આપી હતી કે પાણીના સ્તરમાં વધારો થવાને કારણે માલદીવના લોકો વિશ્ર્વના પ્રથમ પર્યાવરણીય શરણાર્થી બની શકે છે. તેણે ભારત, શ્રીલંકા અથવા ઓસ્ટ્રેલિયામાં જમીન ખરીદવાની વાત કરી હતી જો કે, સત્તામાં આવ્યા બાદ મુઈઝુએ જમીન સુધારણાને આગળ ધપાવી હતી.
દેવું ચૂકવવા માટે તુર્કી અને સાઉદીથી ઇસ્લામિક બોન્ડ ઉભા કરવામાં આવશે, ૪૨૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. માલદીવ પર ૫૪,૧૮૬ કરોડ રૂપિયાનું વિદેશી દેવું છે, વિશ્ર્વ બેંક અનુસાર, ૨૦૨૬ સુધીમાં માલદીવને લગભગ ૯ હજાર કરોડ રૂપિયાનું વિદેશી દેવું ચૂકવવું પડશે. આ માટે રાષ્ટ્રપતિ મુઈઝુએ ઈસ્લામિક બોન્ડ દ્વારા ૪૨૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.
આ માટે તુર્કી અને સાઉદી અરેબિયા પાસેથી ઈસ્લામિક બોન્ડ ખરીદવામાં આવશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુની તુર્કીની પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન મુઈઝુએ તુર્કી પાસેથી સરળ શરતો પર લોન માંગી હતી. તેણે સાઉદી અરેબિયાને પણ આવી જ વિનંતી કરી છે. તે લોન માંગવા ચીન પણ ગયો હતો.
મુઈઝુનો ભારત વિરોધી અને ચીન પ્રત્યેનો પ્રેમ વધુ વધશે: લંડન સ્થિત માલદીવિયન પત્રકાર મોહમ્મદ ઈન્તખાબના જણાવ્યા મુજબ, મુઈઝુની પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. આવનારા દિવસોમાં મુઈઝુનો ભારતનો વિરોધ અને ચીન પ્રત્યેનો પ્રેમ વધુ વધશે. મુઈઝુએ ભારતીય સૈનિકોની બીજી અને છેલ્લી બેચને ૧૦ મે સુધીમાં માલદીવ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.૨૧ એપ્રિલે માલદીવમાં સંસદીય ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં મુઈઝૂની પાર્ટીનો વિજય થયો હતો . સોમવારે જાહેર કરાયેલા પ્રારંભિક પરિણામોમાં, મુઈઝુની નેશનલ પીપલ્સ કોંગ્રેસ પાર્ટી અને તેમના સમર્થકોને ૯૩માંથી ૭૧ બેઠકો મળી છે. ચીને પણ રાષ્ટ્રપતિ મુઈઝુને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.
બીજી તરફ ભારત તરફી સ્ડ્ઢઁ પાર્ટીને ચૂંટણીમાં માત્ર ૧૨ બેઠકો મળી શકી. સંસદમાં બહુમતી માટે ૪૭થી વધુ બેઠકોની જરૂર હતી. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, મુઈઝુની જીત ભારત માટે મોટો ઝટકો હોવાનું કહેવાય છે.