જાંબુઘોડા-હાલોલ રોડ ખાખરીયા ગામે રોડ ઉપર પીકઅપ ડાલામાંથી 47 હજારના ઈંગ્લીશ દારૂ સાથે આરોપી ઝડપાયો

જાંબુઘોડા,જાંબુઘોડા-હાલોલ રોડ ઉપર ખાખરીયા ગામ પાસે પીકઅપ ડાલા ગાડીને પોલીસે રોકી હતી અને ચેકિંગ કરતા પીકઅપ ડાલામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો કિ.રૂ.47,009/-, મોબાઈલ ફોન પીકઅપ ડાલુ મળી કુલ રૂ.1,51,009/-નો મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુઘોડા-હાલોલ રોડ ઉપર ખાખરીયા ગામ પાસે જાંબુઘોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી. પીકઅપ ડાલા નં.જીજે-03-એબી-0474ને રોકી હતી અને ચાલક દિલીપ વેરસિંહ જમરા(રહે.હરસવાર ખારી ફળિયા, અલીરાજપુર, એમ.પી.)ને ઝડપ્યો હતો. અને પીકઅપ ડાલાનુ ચેકિંગ કરતા ડાલામાંથી 6000 સુપર સ્ટેગ બિયર નંગ-288 કિ.રૂ.31,392/-, ગોવા વ્હિસ્કિ પ્લાસ્ટિક કવાટરીયા નંગ-161 કિ.રૂ.15,617/-મળી કુલ કિ.રૂ.47,009/-નો દારૂનો જથ્થો સહિત મોબાઈલ ફોન, પીકઅપ ડાલુ મળી કુલ કિ.રૂ.1,51,009/-નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આ બાબતે જાંબુઘોડા પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.