હાલોલ બાસ્કાની સર્વે નં.349 વાળી જમીન મિતુલ શાહ અને ભાગીદાર શાહનવાઝ દ્વારા વધુ એક પાસે 30 લાખ પડાવી લઈ જમીન અન્યને વેચાણ કરતાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ માટે લેખિત રજુઆત.

ગોધરા, હાલોલ બાસ્કા સર્વે નં.349માં મુળ જમીન માલિક સાથે 1.81 કરોડની ફરિયાદ મિતુલ રાજેશકુમાર શાહ અને શાહનવાઝ અનવર જમાલ સામે હાલોલમાં નોંધાઈ હતી. તેવા બન્ને ઇસમો દ્વારા ગોધરા મેંદા પ્લોટ ગેસ ગોડાઉન પાછળ રહેતા ઉસ્માનગની અબ્દુલગની બેલીને બાસ્કાની સર્વે નં.349 વાળી જમીન પેટે 30 લાખ રૂપીયા લઈ લીધા હતા. બાદમાં વડોદરાના ફરીદભાઇ એહમદ મકરાણી અને પરિવારને વેચાણ કરી આપી ગોધરાના અરજદાર સાથે 30 લાખ રૂપીયાની છેતરપિંડી કરાઈ અરજદાર પોલીસ ફરિયાદ માટે આંટાફેરા મારતા હોવા છતાંં ફરિયાદ નહિ નોંધાતા રૂપીયા અટવાઈ જતાં હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા લેખિત રજુઆત કરાઈ.

હાલોલ બાસ્કાની સર્વે નં.349 વાળી જમીન જે મિતુલ રાજેશકુમાર શાહ અને શાહનવાઝ અનવર જમાલ એ એહમદ ઈનાયત હુસેન પાસેથી વેચાણ લીધી હતી અને મુળ માલિકને 1.81 કરોડ નહિ ચુકવતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. આ બાસ્કાની સર્વે નંં.349 વાળી જમીન ગોધરા મેંદા પ્લોટ વિસ્તારમાં રહેતા ઉસ્માનગની બેલીને આ જગ્યા શાહનવાઝ અનવર જમાલના નામે હોય અને તેમના ભાગીદાર મિતુલ રાજેશકુમાર શાહ જે પોતે ખેડુત ન હોવાથી તેમના ભાગીદાર શાહનવાઝ અનવર જમાલના નામે જમીન લેતા હોય તેવા વિશ્ર્વાસ આપ્યો હતો. અને બાસ્કાવાળી સર્વે નં.349 જમીન પેટે 30,00,000/-રૂપીયા મિતુલ રાજેશકુમાર શાહને ઉસ્માનગની અબ્દુલગની બેલીએ આપ્યા હતા અને તેઓએ તેમના ભાગીદારી કરાર તેમના ભાગીદાર શાહનવાઝ જમાલ પાસેથી તા.28/08/2023ના રોજ કરાવી આપવામાં આવ્યો હતો. બાસ્કાવાળી જમીનના મુળ માલિક દ્વારા મિતુલ રાજેશકુમાર શાહ, હિરવા શાહ અને શાહનવાઝ અનવર જમાલ વિરૂદ્ધ તા.07/02/2024ના રોજ હાલોલ રૂરલ પોલીસ મથકે 1.81 કરોડની છેતરપિંડીની ફરિયાદની જાણ ઉસ્માનગની અબ્દુલગની બેલીને થતાં આ માટે મિતુલકુમાર શાહનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચિંતા કરશો નહિ ખોટી ફરિયાદને કેસ પત્યા પછી જગ્યાનો કબ્જો આપી દઈશું. તેવું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાસ્કા સર્વે નંં.349વાળી જગ્યા માટે દસ્તાવેજ તા.27/02/2024ના રોજ વડોદરાના ફરિદભાઇ અહેમદ મકરાણી તથા તેમના પરિવારના નામે વેચાણ કરી આપી ઉસ્માનગની અબ્દુલગની બેલી સાથે છેતરપિંડી કરેલ હોય જેથી અરજદાર દ્વારા મિતુલ શાહ, શાહનવાઝ જમાલ વિરૂદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ માટે આંટાફેરા કરતા હોવા છતાંં પોલીસ ફરિયાદ નહિ નોંધાતા અરજદાર દ્વારા હાલોલ રૂરલ પોલીસને લેખિતમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા રજુઆત કરાઈ.