દાહોદ,દાહોદ તાલુકાના ડોકી ગામે સામાન્ય બાબતે ચાર જેટલા ઈસમોએ એક વ્યક્તિને ગળદા ફાટતોનો તેમજ પથ્થર વડે માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ 18મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના રેટિયા ગામે ભાભોર ફળિયામાં રહેતા પરેશભાઈ રમસુભાઈ ભાભોર દાહોદના ડોકી ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે સમયે ત્યાંથી ડોકી ગામે રહેતા તાનુભાઈ બચુભાઈ સંગાડા, રૂમાલભાઈ બચુભાઈ સંગાડા, જીગાભાઈ બચુભાઈ સંગાડા તથા અક્ષયકુમાર હુમજીભાઈ સંગાડાનાઓએ પરેશભાઈને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી નજી બાબતે પરેશભાઈને ગડદાપાટુનો તેમજ પથ્થર વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે પહોંચાડી મારી નાખવાની ધમકીઓ આપતા આ સંબંધે ઇજાગ્રસ્ત પરેશભાઈ રમસુભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.